એક બાજુ જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ દુનિયાના તમામ દેશો પર ટેરિફ બોમ્બ ફોડીને મોટા મોટા દાવા કરતા ધોંસ જમાવી રહ્યા છે. તો બીજી તરફ ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે તેમને મોટો ઝટકો આપ્યો છે. પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં મૂડીઝે ચેતાવણી આપતા કહ્યુ કે અમેપિરા ગંભીર મંદીની કગાર પર પહોંચી ગયા છે અને યઅમેરિકાના એક તૃતીયાંશ અર્થતંત્ર પહેલાથી જ સંકટનો સામનો કરી રહ્યું છે. આ ચેતવણી માત્ર ટ્રમ્પ જ નહીં પરંતુ અમેરિકા માટે એક ખરાબ સમાચાર છે.


અર્થવ્યવસ્થા મંદીના ખતરામાં

મળતી માહિતી પ્રમાણે હાલમાં જ આવેલા એક રિપોર્ટમાં અમેરિકી અર્થવ્યવસ્થામાં મંદીના ખતરા સાથે જોડાયેલા કેટલાક સંકેત શેર કર્યા છે. જેમાં બતાવવામાં આવ્યુ છે કે ઓગસ્ટ 2025માં અમેરિકાનો મેન્યુફેક્ચરિંગ ઘટીને 48.7 પર આવી ગયુ છે અને કારખાનાઓની સ્થિતિ 'US Great Recession' તે સમય કરતાં પણ ખરાબ સ્થિતિમાં હોવાનું કહેવાય છે.મહત્વનું છે કે એક તરફ જગતજમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ દરેક દેશો પર વધારે ટેરિફ લાદી ચૂક્યા છે. જેને કારણે ભારત અને યુએસના પણ સંબંધોમાં વધારે તણાવ જોવા મળી રહ્યો છે.

ટેરિફ ફાયદાકારક બનવાને બદલે નુકસાનકારક

રિપોર્ટ પ્રમાણે જ્યાં અમેરિકા દુનિયાભરના અનેક દેશો પર ટેરિફ એટેક કરી રહ્યો છે, તો બીજી તરફ ઓગસ્ટમાં અમેરિકી વિનિર્માણ ક્ષેત્રમાં સતત છઠ્ઠા મહિનામાં વધુ ઘટાડો જોવા મળ્યો છે. તેનુ કારણ બતાવતા કહ્યુ કે દેશના કારખાના ટ્રમ્પ પ્રશાસનના આયાત શુલ્કોના ખરાબ અસરોનો સામનો કરી રહ્યું છે. આનો અર્થ એ થયો કે ટેરિફ ફાયદાકારક બનવાને બદલે નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. ઉત્પાદકોએ ટેરિફ તણાવ વચ્ચે વર્તમાન વ્યવસાયિક વાતાવરણને મહામંદી કરતાં પણ ખરાબ ગણાવ્યું છે.


  • Follow us on: