અમેરિકાના રાષ્ટ્રપકતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાસ્થ્યને લઇને વધતી ચિંતાઓ વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનું એક નિવેદન સામે આવ્યુ છે કે જો કોઇ ભયાનક પરિસ્થિતિ અથવા અકસ્માત થાય તો, તે અમેરિકાના રાષ્ટ્રપતિની જવાબદારી સંભાળવા પૂરી રીતે તૈયાર છે.


અમેરિકન રાષ્ટ્રપતિ સ્વસ્થ

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વેન્સે કહ્યુ કે જાન્યુઆરીમાં જ્યારે હું પહેલી વાર ઓવલ કાર્યાલયમાં દાખલ થયો ત્યારે ત્યાંની ભવ્યતા અને શાનદાર ઇતિહાસથી તે ખૂબ જ પ્રભાવિત થયા હતા. 79 વર્ષના ટ્રમ્પના સ્વાસ્થ્યને લઇને ઉઠી રહેલા સવાલ પર વેન્સે કહ્યુ કે, રાષ્ટ્રપતિનુ સ્વાસ્થ્ય ખૂબ જ સારૂ છે. તેમની પાસે જબરદસ્ત ઉર્જા છે. રિપબ્લિકન નેતા વાન્સે કહ્યું, મને પૂરો વિશ્વાસ છે કે અમેરિકન રાષ્ટ્રપતિ સ્વસ્થ છે. તેઓ તેમનો બાકીનો કાર્યકાળ પૂર્ણ કરશે અને અમેરિકન લોકો માટે મહાન કાર્ય કરશે.

શપથ લેવાવાળા સૌથી વડીલ રાષ્ટ્રપતિ બન્યા

ટ્રમ્પની તબિયત વિશે ચર્ચાઓ એ કારણે તેજ થઇ ગઈ છે કારણ કે તાજેતરમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પના હાથ પર મોટું નિશાન જોવા મળ્યું હતું. ટ્રમ્પે જાન્યુઆરી 2025માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. જેના કારણે તેઓ અમેરિકાના ઇતિહાસમાં શપથ લેવાવાળા સૌથી વડીલ રાષ્ટ્રપતિ બન્યા હતા. તે પહેલાં જો બાઇડેને 2021માં 78 વર્ષે પદ સંભાળ્યું હતું.

મેક અમેરિકા ગ્રેટ અગેન આંદોલનનો સૌથી શ્રેષ્ઠ ઉત્તરાધિકારી

વેન્સ અમેરિકાના ઇતિહાસમાં ત્રીજા સૌથી યુવા ઉપરાષ્ટ્રપતિ છે. તેમણે કહ્યું કે જો કોઈ ભયાનક ઘટના બને અને ટ્રમ્પને કંઈ થાય, તો તેઓ સંપૂર્ણ રીતે જવાબદારી નિભાવવા તૈયાર છે. તેમણે યુએસએને કહ્યું, “જો ભગવાન ન કરે કોઈ મોટી દુર્ઘટના થાય તો મને નથી લાગતુ કે આનાથી વધારે કોઇ પ્રશિક્ષણ હોઇ શકે જે મને પાછલા 200 દિવસોમાં શીખવા મળ્યુ છે. આ મહિનાની શરૂઆતમાં ટ્રમ્પે વેન્સને મેક અમેરિકા ગ્રેટ અગેન આંદોલનનો સૌથી શ્રેષ્ઠ ઉત્તરાધિકારી કહ્યો હતો, પરંતુ વેન્સે 2028માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની અટકળોને હજુ સુધી નજરઅંદાજ જ કર્યુ છે.


  • Follow us on: