ઇરાન અને ઇઝરાયલ વચ્ચે આજે યુદ્ધવિરામની જાહેરાત થઇ છે. આ માહિતી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે શેર કરી હતી. પરંતુ સીઝ ફાયરની જાહેરાત થવા છતાં પણ બંને દેશો વચ્ચે હુમલા ચાલુ જ હતા. જેને લઇને અમેરિકી રાષ્ટ્રપતિએ નારાજગી વ્યક્ત કરી છે.


અમેરિકાએ વ્યક્ત કરી નારાજગી 

અમેરિકી રાષ્ટ્રપતિએ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન અને ઇઝરાયલે સીઝફાયર ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો છે કે બંને દેશોએ સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું. તેમણે કહ્યું કે હું ઇઝરાયલથી નારાજ છું. સીઝ ફાયર તોડવા પર ટ્રમ્પે ઇઝરાયલને ચેતાવણી પણ આપી. તેમણે કહ્યું કે ઇરાનની પરમાણુ તાકાત ખતમ થઇ ગઇ છે. ઇઝરાયલ પોતાના તમામ પાયલટને પરત બોલાવી લે. આ સાથે જ તેમણે ઇરાન પ્રત્યે પણ નારાજગી વ્યક્ત કરી છે. જો કે એમ પણ કહ્યું કે હાલ મિડલ ઇસ્ટમાં સ્થિતિ પહેલા કરતા સારી છે. હં તમામને શાંતિની અપીલ કરુ છું. બંને દેશોમાં શાંતિ જરૂરી છે..


શું છે નેતન્યાહૂની પ્રતિક્રિયા


ઇઝરાયલ પીએમ નેતન્યાહૂએ સીઝફાયર માટે ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો હતો. આ સાથે જ તેમણે જણાવ્યું કે સીઝફાયરનું પાલન કરવુ જરૂરી છે. જો ઉલ્લંઘન કરાશે તો કડક જવાબ મળશે તેમ કહ્યું. સાથે જ કહ્યું કે ઇરાનનો પરમાણુ ખતરો ઓછો કર્યો છે. આ સાથે જ તેમણે સીઝફાયરના નિર્ણયનો સ્વીકાર કરીને ટ્રમ્પનો આભાર માન્યો અને કહ્યું કે અમે અમારો લક્ષ્ય હાંસલ કર્યો છે.

અમેરિકી રાષ્ટ્રપતિએ કરી અપીલ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન-ઈઝરાયલને અપીલ કરી છે. તેમણે પોસ્ટ કરી છે કે યુદ્ધવિરામ હવે અસરકારક છે. કૃપા કરીને તેનું ઉલ્લંઘન ન કરો. આ સાથે જ બંને દેશોને શાંતિની અપીલ કરી છે.

ઇઝરાયલની આપાતકાલીન સેવાએ કહ્યું કે બીરશેવામાં ઇરાની હુમલામાં 4 લોકોના મોત થયા છે. જ્યારે 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇઝરાયલનાએરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે ઇરાન દ્વારા બોમ્બમારા થવાને કારણે તેમને તમામ પેસેન્જર વિમાનો માટે એરસ્પેસ બંધ કરવાની ફરજ પડી હતી. ઇઝરાયલના હુમલા બાદ ઇરાને સંઘર્ષ વિરામની જાહેરાત કરી છે. ઇરાને કહ્યું અમે અંતિમ મિસાઇલ હુમલો પૂર્ણ કરી લીધો છે.

યુદ્ધ વિરામની કરી હતી જાહેરાત

મહત્વનું છે તે આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે ઇઝરાયલ અને ઇરાન વચ્ચે પૂર્ણ યુદ્ધવિરામ પર સિદ્ધાંત રૂપમાં સહમતી બની છે. જેનાથી 12 દિવસથી ચાલતા યુદ્ધનો અંત આવશે. ટ્રમ્પે લખ્યું કે બધાને અભિનંદન. ઇરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામને લઇને સહમતિ બની ગઇ છે જે 6 કલાકની અંદર પૂર્ણ રીતે યુદ્ધ વિરામ લાગુ થશે.

પહેલા ઇરાન 12 કલાક યુદ્ધ વિરામનું પાલન કરશે અને પછી ઇઝરાયલ. જેના 24 કલાક પછી યુદ્ધ સમાપ્ત માનવામાં આવશે. ટ્રમ્પે બંને દેશોની હિંમત, બુદ્ધિમતા અને સહનશક્તિની પ્રશંસા કરતા કહ્યું કે આ યુદ્ધ વર્ષો સુધી ચાલી શકતુ હતું અને આખા મધ્ય પૂર્વને તબાહ કરી શકતુ હતું. પરંતુ તેમ ન થયુ અને આવુ ક્યારેય થશે પણ નહી. 

  • Follow us on: