અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ કહ્યુ કે જે વિદેશી નાગરિક ચાર્લી કિર્કની હત્યા પર ઉજવણી કરી રહ્યા છે. તેમના વિઝા રદ્દ કરી દેવામાં આવે અને તેમને દેશમાંથી બહાર નીકાળવામાં આવે, રૂપિયો અને અન્ય અધિકારીઓએ સ્પષ્ટ કર્યુ છે કે અમેરિકામાં એવા લોકોનુ સ્વાગત નહીં કરવામાં આવે જે હિંસા અને નફરતને પ્રોત્સાહન આપે છે.
નફરત ફેલાવનારાના વિઝા રદ્દ કરી દેવા જોઈએ
એક ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યુ દરમિયાને રૂબિયોએ કહ્યું કે અમેરિકા એવાં લોકોને દેશમાં પ્રવેશવા કે રહેવા ન દેવા જોઇએ, જે આ પ્રકારની હત્યાઓનુ સમર્થન કરે છે અથવા તેનો ઉત્સવ મનાવે છે. તેમણે કહ્યું, “આપણે એવાં લોકોને વિઝા આપવા ન જોઈએ, જે અમેરિકા આવીને કોઈ રાજકીય વ્યક્તિની હત્યા, ફાંસી અથવા એવી ઘટનાઓ પર ઉત્સવ જેમ ઉજવણી કરે અને જો તેઓ પહેલાથી અહીં હોય, તો તેમના વિઝા રદ્દ કરી દેવા જોઈએ.
મજાક ઉડારનારને અમેરિકામાં સ્થાન નહીં
રૂબિયોએ એક્સ (પહેલાનું ટ્વિટર) પર તેમના નિવેદનનો વિડિયો શેર કર્યો અને લખ્યું, જે લોકો આપણા નાગરિકોના મોતનો ઉત્સવ મનાવે છે, તેઓને અમેરિકામાં સ્થાન નહીં મળે. વિઝા રદ્દ કરવામાં આવી રહ્યા છે. જો તમે વિઝા પર અહીં છો અને કોઈ રાજકીય વ્યક્તિની જાહેર હત્યાથી ખુશ થઈ રહ્યા છો, તો તમે દેશ નિકાલ માટે તૈયાર રહો. આ દેશમાં તમારું સ્વાગત નથી.
અમેરિકાની રક્ષા માટે મહત્વું પગલું
અમેરિકી સુરક્ષા વિભાગ (DHS)ની સહાયક સચિવ ટ્રિશા મેકલોફલિને પણ કહ્યું કે આવા લોકોના વિઝા રદ્દ થવા જોઈએ, જે અમેરિકી નાગરિકોની હત્યાને મહિમા આપે છે. આ પહેલા, અમેરિકાના ઉપ વિદેશ સચિવ ક્રિસ્ટોફર લેન્ડાઉએ પણ એક્સ પર લખ્યું, હું સ્પષ્ટતા કરૂ છું કે એવા વિદેશી નાગરિકો, જે હિંસા અને ઘૃણાને પ્રોત્સાહન આપે છે, તેઓ આપણા દેશમાં આવકારપાત્ર નથી. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોને આ ઘટનાનું સમર્થન કરતા, મજાક ઉડાવતા અથવા તેને યોગ્ય ઠેરવતા જોઈને મને ઘૃણા થાય છે. મેં આપણા દૂતાવાસોને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી છે. કૃપા કરીને જો તમે કોઈ વિદેશી નાગરિકની આવી ટિપ્પણીઓ જુઓ, તો તેને મારા ધ્યાનમાં લાઓ, જેથી આપણે અમેરિકી નાગરિકોની રક્ષા કરી શકીએ.













