વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ કેરોલિન લેવિટે ચેતવણી આપી છે જો ચાલી રહેલુ સરકારી કામકાજ બંધ થાય છે અને લાંબો સમય તે ખેંચાય છે તો હજારો સંઘીય કર્મચારી પોતાની નોકરી ખોઇ શકે છે. જેનાથી વોશિંગ્ટનની રાજનીતિમાં તણાવ વધી શકે છે. તેમણે આગળ આરોપ લગાવ્યો છે કે ડેમોક્રેટ્સ આ સંકટને રાજનીતિનુ મેદાન બનાવી રહ્યા છે.


અમેરિકી સરકારના બંધ થવાને કારણે વ્હાઇટ હાઉસે મોટાં પ્રમાણમાં છટણીની ચેતવણી આપી છે. વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ કેરોલિન લેવિટે જણાવ્યુ કે પ્રશાસનિક અધિકારી સંભવિત છટણી કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે આ સંખ્યા હજારોમાં હોવાની સંભાવના છે.

ઓએમબી અધિકારીઓ સાથે વાતચીત ચાલુ

લેવિટે એ પણ જણાવ્યુ કે મેનેજમેન્ટ અને બજેટ કાર્યાલય ઓએમબી અને અન્ય અધિકારીઓ આ વાત પર સક્રિય રૂપથી વિચાર-વિમર્શ કરી રહ્યા છે કે કયા વિભાગો પર આની અસર પડી શકે છે. ે

ડેમોક્રેટ્સ પર લગાવ્યા ગંભીર આરોપ

લેવિટે આનો પૂરો દોષ ડેમોક્રેટ્સ પર લગાવતા તેમના પર એક ફંડિગ ડીલમાં સહયોગ કરવાથી ઇનકાર કરવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે જો ડેમોક્રેટ્સે સરકારને ચાલુ રાખવામા પક્ષમાં વોટ આપ્યો હોત તો આજે આ વાતચીત ન થઇ રહી હોત. તેમણે અન્ય આરોપ લગાવ્યો છે કે ડેમોક્રેટ્લ આ સંકટને રાજનીતિનુ મેદાન બનાવી રહ્યા છે, લેવિટે કહ્યુ કે વગર દસ્તાવેજ વાળા અપ્રવાસી લોકો માટે સ્વાસ્થ્ય લાભને લઇને મતભેદ સમજૂતીમાં સૌથી મોટો અવરોધ બનેલા છે.

બાઇડેન પ્રશાસનને પણ ઘેર્યા

લેવિટે રિપોર્ટર્સને પૂછ્યુ કે, તમને પૂછવા માગુ છુ કે શું તમને લાગે છે કે અવૈધ વિદેશીઓને ચિકિત્સા સારવારનો લાભ મળવો જોઇએ? લેવિટે આગળ કહ્યુ કે, મેડિકેરનો લાભ આપણા દેશના સૌથી નબળા લોકોને મળે છે. પરંતુ બાઇડેન પ્રશાસને દુનિયા ભરથી હજારો અવૈધ વિદેશીઓને દેશમાં આવવા અને મફતમાં સારવાર મેળવવાની અનુમતિ આપી. 

  • Follow us on: