અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે યુક્રેનને નાટોમાં સામેલ થવાની અટકળો પર પૂર્ણ વિરામ લગાવી દીધો છે. તેમણે કહ્યુ કે, યુક્રેન નાટોમાં સામેલ નહીં થાય અને ક્રીમિયા પણ પાછું નહીં મળે.અત્યારે પૂર્ણ ફોકસ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિન અને ઝેલેન્સકી પર છે. ટ્રમ્પે કહ્યુ કે યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેન્સકી જો ઇચ્છે તો રશિયા સાથે આ યુદ્ધ તરત સમાપ્ત કરી શકે છે. ટ્રમ્પે આ બાબતે આગળ કહ્યુ કે કીવે નાટોની સદસ્યતા ન લેવી જોઇએ.આ ઉપરાંત, ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના શાસનકાળ દરમિયાન રશિયા દ્વારા કબજે કરાયેલ ક્રીમિયા પણ પરત કરવામાં આવશે નહીં.
યુક્રેનનું નાટોમાં સામેલ થવું સંભવ નથી
ટ્ર્મ્પે પોતાના ટ્રુથ સોશિયલ મીડિય એકાઉન્ટ પર લખ્યુ કે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી જો ઇચ્છે છે તો રશિયા સાથે યુદ્ધને તરત સમાપ્ત કરી શકે છે અથવા તો તે યુદ્ધ ચાલુ રાખી શકે છે. યાદ કરો કે આની શરૂઆત ક્યારે થઇ હતી. ઓબામાના શાસનકાળ દરમિયાન રશિયા દ્વારા કબજે કરાયેલ ક્રીમિયા પણ પરત કરવામાં આવશે નહીં. અને યુક્રેન નાટોમાં સામેલ પણ નહીં થાય. કેટલીક વસ્તુઓ ક્યારેય નથી બદલાતી.
વ્હાઇટ હાઉસમાં કેટલાક યુરોપીય નેતાઓ સાથે એક ખાસ દિવસની તૈયારી
ટ્રમ્પે આગળ કહ્યુ કે તે વ્હાઇટ હાઉસમાં કેટલાક યુરોપીય નેતાઓ સાથે એક ખાસ દિવસની તૈયારી કરી રહ્યા છે. તેમણે લખ્યું કે, આટલાં બધા યુરોપીય નેતા એક સાથે ક્યારેય નથી મળ્યા. તેમની મહેમાન ગતિ કરવી એ મારાં માટે એક સન્માનની વાત છે. અન્ય એક પોસ્ટમાં તેમણે કહ્યુ કે, ખોટાં સમાચારો કે જુઠ્ઠુ ફેલાવનારા તો એવું જ કહે શે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે વ્હાઇટ હાઉસમાં આટલાં બધા મહાન યુરોપીય નેતાઓની મહેમાન ગતિ કરવી એક મોટી ભૂલ છે. જોકે, આ અમેરિકા માટે સન્માનની વાત છે.