ન્યુજર્સીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગોલ્ફ ક્લબ ઉપર એક નાગરિક વિમાન નો-ફ્લાય ઝોનમાં પ્રવેશ્યુ હતુ. જેના કારણે એક F-16 ફાઇટર પ્લેનને તેને રોકવું પડ્યું હતુ. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ત્યાં વેકેશન માણી રહ્યા હોવાથી આ વિસ્તારને અસ્થાયી રૂપે ફ્લાઇટ્સ માટે બંધ કરવામાં આવ્યો હતો. યુએસ ડિફેન્સ એજન્સી NORADએ જણાવ્યું હતું કે, તેઓએ તાત્કાલિક F-16 જેટ મોકલ્યું હતું. જેણે વિમાનને સલામત રીતે બહાર કાઢ્યું હતું. NORADએ કહ્યું હતું કે વિમાનથી કોઈ ખતરો ન હોતો અને બધું શાંતિથી થયું હતું.


ઘુસણખોર વિમાનને રોકવા માટે F-16 મોકલાયું

અધિકારીઓના જણાવ્યા મુજબ, ઘુસણખોર વિમાનને રોકવા માટે F-16 ફાઇટર પ્લેન મોકલવામાં આવ્યું હતું. તેણે નાગરિક વિમાનનું ધ્યાન આકર્ષિત કરવા માટે એક ખાસ હેડબટ મૂવ કર્યું. એટલે કે, વિમાનની સામે જ ઝડપથી ઉડાન ભરી, જેનાથી પાઇલટને ચેતવણી મળી. આ પછી, તેને પ્રતિબંધિત વિસ્તારમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો. NORAD એ કહ્યું છે કે તાજેતરના અઠવાડિયામાં આવી ઘણી ઘટનાઓમાંની આ એક છે. તેમણે પાઇલટ્સને ઉડાન ભરતા પહેલા તમામ ફ્લાઇટ પ્રતિબંધો અને NOTAM વિશે માહિતી લેવાની અપીલ કરી છે.

અગાઉ પણ બન્યા છે આવા કિસ્સાઓ

આ ઘટનાના થોડા મહિના પહેલા, માર્ચમાં પણ, એક નાગરિક વિમાન ફ્લોરિડામાં ટ્રમ્પના નિવાસસ્થાન ઉપર પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું હતું. તે સમયે પણ, આવી જ લશ્કરી કાર્યવાહી કરીને વિમાનને બહાર કાઢવામાં આવ્યું હતું. NORAD એ પુનરોચ્ચાર કર્યો હતો કે રાષ્ટ્રપતિની હાજરીની આસપાસ નો-ફ્લાય ઝોનનું ઉલ્લંઘન માત્ર સુરક્ષા દૃષ્ટિકોણથી ગંભીર નથી પણ કાનૂની કાર્યવાહી પણ કરી શકે છે.

  • Follow us on: