અમેરિકા તરફથી HIV ફંડિંગ અચાનક બંધ થતા દુનિયાભરમાં હાહાકાર જોવા મળી રહ્યો છે. મોટા ભાગના દેશમાં સારવાર, તપાસ અને સપ્લાઇની ચેન ખોરવાઇ છે. UNAIDSની રિપોર્ટ અનુસાર જો આ ફંડિંગ ફરીથી શરુ કરવામાં ન આવે તો, વરઅષ 2029 સુધીમાં 40 લાખ લોકોની મોત અને 60 લાખ નવા સંક્રમણના મામલાઓ સામે આવશે. AIDS સામેની લડાઇમાં જ્યાં દવાઓના કારણે સારવાર સરળ બની છે. ત્યાં જ અમેરિકાના આ નિર્ણય બાદ સ્થિતિ વધુ ગંભીર જોવા મળી રહી છે.


EPFAR પ્રોગ્રામથી થઇ હતી શરૂઆત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ યુએસમાંથી HIV કાર્યક્રમ માટે આપવામાં આવતી આંતરરાષ્ટ્રીય મદદ પર રોક લગાવવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા UNAIDSએ ચેતાવણી આપી છે કે, જો અમેરિકા આ ફંડિંગ ફરી શરુ નહી કરે તો આગામી 4 વર્ષમાં 40 લાખ મોત થવાનું નક્કી છે. અને આ સાથે 60 લાખ જેટલા નવા સંક્રમણના કેસ પણ સામે આવશે. વર્ષ 2003માં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ જોર્જ બુશે PEPFAR પ્રોગ્રામ એટલે કે President’s Emergency Plan for AIDS Relief શરુ કરવામાં આવ્યુ હતુ. આ HIV વિરુદ્ધ દુનિયાનું સૌથું મોટું વિદેશી મદદનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ દ્વારા 8 કરોડથી વધુ લોકોની મદદ કરવામાં આવી છે. 2 કરોડ લોકોને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે. ફક્ત નાઇજીરિયામાં 99.9% HIVની દવાઓનું બજેટ PEPFAR દ્વારા પૂર્ણ કરવામાં આવે છે.

મેડિકલ સેવાઓ પર મોટી અસર

UNAIDSની રિપોર્ટ મુજબ HIV વિરુદ્ધ ચાલી રહેલા વિવિધ દેશના કાર્યક્રમો રોકાઇ ગયા છે. તપાસની ગતિ ધીમી પડી છે. દર્દીઓની હાલત કફોડી બની રહી છે. આ દરમિયાન એક નવી HIV દવા Yeztugoએ આશાનું કિરણ બતાવ્યુ છે. દર 6 મહિને આ દવા લેવાથી HIV સંક્રમણ રોકવામાં 100% સફળતા મળશે. અમેરિકાની FDAએ પણ તેને મંજૂરી આપી છે. દક્ષિણ આફ્રિકાએ તેને લાગૂ કરવાની યોજના બનાવી છે. પરંતુ અહીં સમસ્યા એ છે કે, કવા બનાવનાર કંપની Gilead ગરીબ દેશને સસ્તા દરે દવા આપવા સહમતિ દર્શાવી છે. પરંતુ લેટિન અમેરિકા, મિડ-ઇનકમના દેશો માટે દવા પહોંચવામાં વિક્ષેપ ઉભો થશે. 

  • Follow us on: