ઉદ્યોગપતિ એલોન મસ્કે અમેરિકામાં પોતાના નવા પક્ષ 'અમેરિકન પાર્ટી'ની જાહેરાત કરી છે. ત્યારે હવે એ વાતની પણ ચર્ચા થઇ રહી છે કે શું અમેરિકામાં મસ્ક રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે?. મસ્કે એવા સમયે નવી પાર્ટી બનાવી છે જ્યારે ટ્ર્મ્પ સાથે તેમનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકાના બંધારણ મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ એ જ વ્યક્તિ બની શકે છે જેમનો જન્મ અમેરિકામાં થયો હોય. આના પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે, જેમનો જન્મ અમેરિકાની બહાર થયો છે. તેઓ રાષ્ટ્રપતિ નહીં બની શકે. બહારથી અમેરિકામાં વસવાટ કરવા આવેલા વ્યક્તિને પણ અમેરિકાના રાષ્ટ્રપતિનું પદ મળી શકતું નથી.


મસ્ક અને ટ્ર્મ્પનો વિવાદ

એલોન મસ્કે પોતાની પક્ષની સ્થાપના કરતાની સાથે જ પોસ્ટ મુકી છે કે, જ્યારે વાત બરબાદી અને ભ્રષ્ટચારથી દેશના દેવાળા ફુંકવાની હોય છે ત્યારે આપણે પાર્ટી સિસ્ટમમાં હોય છે. લોકતંત્રમાં નહી. પરંતુ અમેરિકન પાર્ટી તમને તમારી આઝાદી પરત આપશે. તેના માટે જ આ પાર્ટી બનાવી હોવાનું મસ્કે જણાવ્યુ હતુ. દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે વર્ષ 2024માં અમેરિકી સરકારમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓએ સંપૂર્ણ ચૂંટણીની ફંડિંગની સાથે મેનેજમેન્ટનું કાર્ય સંભાળ્યુ હતુ,. એવી પણ વાતો વહેતી થઇ હતી કે, મસ્કના કારણે જ ટ્રમ્પ ચૂંટણી જીત્યા હતા. પરંતુ મસ્કે નવો પક્ષ સ્થાપિત કરીને ટ્રમ્પને પડકાર ફેંક્યો છે. મસ્કની પાર્ટી અમેરિકામાં બદલાવ લાવશે અને બિલ દ્વારા થતા નુકસાનને રોકશે.

મસ્ક નહી બની શકે રાષ્ટ્રપતિ

એલોન મસ્કનો જન્મ અમેરિકાની બહાર થયો છે. તેઓએ દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં જન્મ લીધો છે. તેઓ અભ્યાસ માટે કેનેડામાં શિફ્ટ થયા હતા. અને કેનેડામાં અભ્યાસ કર્યા બાદ તેઓ અમેરિકામાં આવ્યા હતા. અને અહીંની નાગરિકતા લીધી હતી. ટ્રમ્પે મસ્કને ડિપોર્ટ કરવાની ધમકી પણ આ મુદ્દાને ધ્યાનમાં લઇને જ આપી હતી. મસ્કે અમેરિકાની નાગરિકતા હાંસલ કરવા માટે ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. મસ્ક અમેરિકામાં સ્ટૂડન્ટ વિઝા પર અભ્યાસ કરવા માટે આવ્યા હતા. પરંતુ તેઓએ અભ્યાસના સ્થાને વેપાર શરુ કર્યો હતો. જે નિયમોનું ઉલ્લંઘન હતુ

  • Follow us on: