ઈરાન અને હમાસનો સંબંધ વ્યૂહાત્મક સહયોગ પર આધારિત છે, જે ઇઝરાયલ વિરુદ્ધ છે.

યુદ્ધવિરામ અને શાંતિ કરારમાં અવરોધ

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે વ્હાઇટ હાઉસ ખાતે મળશે. ગાઝામાં યુદ્ધવિરામ અંગે એક મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. જોકે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઈરાન યુદ્ધવિરામ અને શાંતિ કરારમાં અવરોધ ઊભો કરી શકે છે. ટ્રમ્પે જુલાઈમાં કહ્યું હતું કે ઈરાન કતારમાં ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટો અને કેદીઓની મુક્તિ વાટાઘાટોમાં પોતાને સામેલ કરી રહ્યું છે. ઈરાન હમાસને નિર્દેશ આપી રહ્યું છે. જે સાચું નથી.

પરમાણુ કાર્યક્રમ ફરી શરૂ

ડૉનાલ્ડ ટ્રમ્પે ચેતવણી પણ આપી હતી કે જો ઈરાન તેનો પરમાણુ કાર્યક્રમ ફરી શરૂ કરશે. તો અમેરિકા તેનો ઝડપથી નાશ કરશે. તેમણે કહ્યું કે તેહરાન એવી બાબતો કરી રહ્યું છે. જે તેણે ન કરવી જોઈએ. ટ્રમ્પે તેહરાનની ભૂમિકા વિશે વધુ કોઈ વિગતો આપી ન હતી. વ્હાઇટ હાઉસે યુદ્ધવિરામમાં ઈરાનની સંડોવણી પર ટિપ્પણી કરવાનો પણ ઇનકાર કર્યો હતો. દરમિયાન, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને 27 સપ્ટેમ્બર, 2025 ના રોજ જણાવ્યું હતું કે તેઓ ગાઝામાં કોઈપણ યુદ્ધવિરામને ટેકો આપે છે.

પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે ?

નેતન્યાહૂએ કહ્યુ હતું કે, આ સોદો હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. હમાસે એમ પણ કહ્યું હતું કે તેને યુદ્ધવિરામ અંગે કોઈ શાંતિ પ્રસ્તાવ મળ્યો નથી. અમેરિકન અને ઇઝરાયલી મીડિયામાં લીક થયેલા અહેવાલો અનુસાર, શાંતિ કરાર તેના અંતિમ સ્વરૂપના 48 કલાકની અંદર તમામ બંધકોને મુક્ત કરવાની જોગવાઈ કરે છે. બદલામાં, ઇઝરાયલ આજીવન કેદની સજા ભોગવી રહેલા સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે.

  • Follow us on: