લંડનમાં લલિત મોદી અને વિજય માલ્યાની મસ્તી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. જેમાં બન્ને એકબીજા સાથે ગીતો ગાતા જોવા મળી રહ્યા છે. આ સિવાય હસી મજાક કરતા પર નજર પડ્યા હતા. બન્ને શખ્સ ફ્રેંક સિનાત્રાના પ્રખ્યાત ગીત And now, the end is near પર ઝૂમતા દેખાઇ રહ્યા છે. આ વીડિયોને લલિત મોદીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. અને આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ મહેફિલ માટે 310થી પણ વધુ મહેમાનોને આમંત્રણ અપાયુ હતુ. જેમાં આંતરરાષ્ટ્રીય મહેમાનોથી લઇને ક્રિકેટરો પણ સામેલ હતા. અહીં ક્રિસ ગેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
લલિત મોદી અને વિજય માલ્યા ભાગેડુ છે જાહેર
લલિત મોદી જે વર્ષ 2010માં આઇપીએલમાં આર્થિક અનિયમિતત્તાના આરોપ બાદ ભારત છોડી વિદેશ ફરાર થયા હતા. FEMA અને મની લોન્ડ્રીંગના મામલામાં તેઓ આરોપી સાબિત થયા છે. તો આ તરફ, વિજય માલ્યા પણ વર્ષ 2016માં ભારતથી વિદેશ ફરાર થયા છે. તેમની કંપની કિંગફિશર એરલાઇન્સ બરબાદ થઇ ચુકી છે. માલ્યા પર બેંક સાથે છેતરપિંડી અને 900 કરોડના આઇડીબીઆઇનો આરોપ છે. ભારતે બન્નેના પ્રત્યાર્પણની માગ કરી છે. બ્રિટનમાં વિજય માલ્યા અને લલિત મોદીએ શરણાગતિ સ્વીકારી છે. ભારતમાં વિજય માલ્યા અને લલિત મોદીને ભાગેડું સાબિત કરવામાં આવ્યા છે. લંડનમાં લલિત મોદી અને વિજય માલ્યાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ એકબીજા સાથે મસ્તી કરતા અને મહેફિલની મજા માણતા જોવા મળી રહ્યા છે.
બ્રિટેનમાં કાયદાકીય લડત યથાવત્
બ્રિટનના ઉચ્ચ ન્યાયાલયે વિજય માલ્યા વિરુદ્ધની અરજી ફગાવી દિધી છે. તો આ તરફ, લલિત મોદીએ કહ્યુ હતુ કે, તેમના વિરુદ્ધના કેસ રાજનીતિથી પ્રેરિત છે. વિજય માલ્યાએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે, તેમની 14,131 કરોડની સંપત્તિની જપ્ત કરવામાં આવી છે. જે તેમના ઉપર લગાવવામાં આવેલા વ્યાજ કરતા પણ વધુની રકમ છે. તો આ મામલે લલિત મોદીએ કહ્યુ હતુ કે, આ સમય પણ વિતી જશે.