ઈરાન અને ઈઝરાયલના સીઝફાયર પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા યુદ્ધ વિરામની કોશિશ કરવા લાગ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ગાઝામાં સંઘર્ષ વિરામ વાર્તાને શરૂ કરીને અપીલ કરી અને એક સોદો કરવાનું કહ્યું, જે 20 મહીનાથી ચાલી રહેલા સંઘર્ષમાં લડતને રોકવા માટે હોઈ શકે છે. ઘણી ખબરોમાં એવા સંકેતો મળ્યા છે જેમાં ઈઝરાયલ અને હમાસના સોદા પર આવી રહ્યા છે.


મીડિયા રિપોર્ટ અનુસાર, એક ઈઝરાયલી અધિકારીએ કહ્યું કે, પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુઆવતા અઠવાડિયે વોશિંગટનની યાત્રા કરી શકે છે, જો આ વાત પર ધ્યાન કરીએ તો આ એક નવા સોદા પર કામ થઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે. જો કે અંદાજો લાગવી શકાય છે કે યાત્રા ગાઝા યુદ્ધને લઈ થઈ રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કરી પોસ્ટ

ટ્રમ્પે રવિવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, "ગાઝામાં સોદો કરો. બંધનો પાછા મેળવો". શુક્રવારે અગાઉ, ટ્રમ્પે કરારની આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે આગામી અઠવાડિયામાં યુદ્ધવિરામ કરાર થઈ શકે છે. પત્રકારોના પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું, "અમે ગાઝા પર કામ કરી રહ્યા છીએ અને તેને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."


ગાઝા યુદ્ધ સરળતાથી સમાપ્ત થશે નહીં

યુદ્ધ કેવી રીતે સમાપ્ત થશે તે અંગે સાવાલો હજુ પણ બાકી છે, કારણ કે બંને પક્ષો કોઈપણ યુદ્ધવિરામ કરાર પર સહમત થઈ શક્યા નથી. હમાસના અધિકારી મહમૂદ મર્દાવીએ નેતન્યાહૂ પર સોદા પર પ્રગતિ અવરોધવાનો આરોપ લગાવ્યો, ટેલિગ્રામ મેસેજિંગ એપ્લિકેશન પર ટિપ્પણીઓમાં કહ્યું કે ઇઝરાયેલી નેતા એક કામચલાઉ કરાર માટે દબાણ કરી રહ્યા છે જેમાં ફક્ત 10 બંધકોને મુક્ત કરવામાં આવશે. નેતન્યાહૂના પ્રવક્તા ઓમર દૂસ્તારીએ મર્દાવીના દાવા પર ટિપ્પણી કર્યા વિના કહ્યું, "યુદ્ધ સમાપ્ત કરવામાં હમાસ એકમાત્ર અવરોધ છે."

હમાસ કહે છે કે તે ઇઝરાયલી સૈનિકોની સંપૂર્ણ પાછી ખેંચી લેવા અને યુદ્ધના અંતના બદલામાં તમામ બંધકોને મુક્ત કરવા તૈયાર છે. ઇઝરાયલે આ ઓફરને નકારી કાઢી છે, અને કહ્યું છે કે જો હમાસ શરણાગતિ સ્વીકારે, શસ્ત્રો મૂકે અને દેશનિકાલમાં જાય તો તે યુદ્ધનો અંત લાવવા માટે સંમત થશે, જેને હમાસે નકારી કાઢી છે.

યુદ્ધની ભયંકર માનવ દુર્ઘટના

7 ઓક્ટોબર, 2023ના રોજ, હમાસના હુમલામાં 1200 લોકો માર્યા ગયા અને લગભગ 250 લોકોને બંધક બનાવ્યા, જેમાંથી લગભગ 50 લોકો હજુ પણ બંધક છે અને અડધાથી ઓછા લોકો જીવિત હોવાનો અંદાજ છે. ત્યારથી ઇઝરાયલ ગાઝા પર બોમ્બમારો કરી રહ્યું છે અને 20 મહિનાના આ બોમ્બમારા દરમિયાન 56,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને ઇઝરાયલ દ્વારા માનવતાવાદી સહાય અવરોધિત કરવાથી ગાઝામાં દુષ્કાળની સ્થિતિ છે.


  • Follow us on: