થાઇલેન્ડ અને કંબોડિયાએ શનિવારે ઔપચારિક રીતે યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કરીને સરહદી વિસ્તારોમાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષને રોકવાનો નિર્ણય લીધો છે. પ્રાદેશિક દાવાઓને લઈને બંને દેશો વચ્ચે છેલ્લા ઘણા અઠવાડિયાથી તણાવ વધી રહ્યો હતો, જે હવે આ કરાર સાથે શાંત થવાની આશા વ્યક્ત કરી રહી છે. યુદ્ધવિરામ સ્થાનિક સમય મુજબ બપોરે 12 વાગ્યાથી અમલમાં આવ્યો છે.
અત્યાર સુધીમાં 101 લોકોના મોત
આ કરાર પર થાઇ સંરક્ષણ પ્રધાન નથાફોન નાકરાફાનિત અને કંબોડિયાના સંરક્ષણ પ્રધાન ટી સેહા દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. છેલ્લા 20 દિવસના સંઘર્ષ દરમિયાન બંને દેશોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. અધિકૃત આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં 101 લોકોના મોત થયા છે અને સરહદી વિસ્તારોમાંથી અડધા મિલિયનથી વધુ નાગરિકોને સ્થળાંતર કરવું પડ્યું છે.
ભવિષ્યમાં કોઈપણ પ્રકારની લશ્કરી કાર્યવાહી નહીં
યુદ્ધવિરામ કરારની એક મહત્વપૂર્ણ જોગવાઈ અનુસાર, બંને દેશો ભવિષ્યમાં કોઈપણ પ્રકારની લશ્કરી કાર્યવાહી નહીં કરે અને એકબીજાના હવાઈ ક્ષેત્રનું લશ્કરી હેતુઓ માટે ઉલ્લંઘન નહીં કરે. આ સાથે જ સરહદ પર સ્થિરતા જાળવવા અને તણાવ ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
18 કંબોડિયન સૈનિકોની મુક્તિ
કરારનો વધુ એક મહત્વનો મુદ્દો 18 કંબોડિયન સૈનિકોની મુક્તિ છે. જુલાઈમાં ફાટી નીકળેલા 72 કલાકના ઘમાસાણ દરમિયાન આ સૈનિકોને થાઇલેન્ડ દ્વારા પકડવામાં આવ્યા હતા. હવે યુદ્ધવિરામના ભાગરૂપે થાઇલેન્ડ તેમને મુક્ત કરશે તેવી સંમતિ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બંને દેશો અગાઉ પણ યુદ્ધવિરામ અને શાંતિ કરારો માટે પ્રતિબદ્ધતા દર્શાવી ચૂક્યા છે. જુલાઈમાં થયેલા પાંચ દિવસના સંઘર્ષનો અંત લાવનારો યુદ્ધવિરામ મલેશિયાની મધ્યસ્થીથી થયો હતો, જેનાથી હાલના કરાર માટે પાયો તૈયાર થયો હતો.
આંતરરાષ્ટ્રીય દબાણ બાદ અમલમાં આવ્યો
આ તાજો યુદ્ધવિરામ આંતરરાષ્ટ્રીય દબાણ બાદ અમલમાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોને ચેતવણી આપી હતી કે જો સંઘર્ષ બંધ નહીં થાય તો વેપાર સંબંધિત વિશેષાધિકારો પર અસર પડી શકે છે. બાદમાં મલેશિયામાં યોજાયેલી પ્રાદેશિક બેઠકમાં આ કરારને વધુ ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું હતું
આ પણ વાંચો : World : આ ગામના નિયમો જાણીને તમે ચૌંકી જશો ! લિવ-ઇન માટે 6,000 રૂપિયાનો દંડ