અમેરિકાએ H-1B વિઝા માટે $100,000 (લગભગ ₹83 લાખ)ની મોટી વાર્ષિક ફી લાદતા વિશ્વભરમાં, ખાસ કરીને ભારતમાં ભારે ચિંતા ફેલાઈ છે. આ પરિસ્થિતિનો લાભ લેવા માટે, ચીને એક નવો દાવ ખેલ્યો છે. ત્યારે ચીને હવે એક વિકલ્પ શોધી કાઢ્યો છે. રવિવારે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે ચીને વિશ્વભરના યુવા અને પ્રતિભાશાળી વ્યાવસાયિકોને આકર્ષવા માટે એક નવી "K વિઝા" શ્રેણી શરૂ કરવાની જાહેરાત કરી છે, ખાસ કરીને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) જેવા ક્ષેત્રોના યુવા અને પ્રતિભાશાળી વ્યાવસાયિકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.
શું છે K વિઝા?
ચીનનો નવો K વિઝા 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. આ વિઝા યુએસ H-1B વિઝા જેવો જ માનવામાં આવે છે. તેનો હેતુ યુવાન, ઉચ્ચ કુશળ STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિત) પ્રતિભાઓને ચીન તરફ આકર્ષવાનો છે. ચીને આ પગલું એવા સમયે ભર્યું છે જ્યારે ઘણા દેશો, જેમ કે યુએસ, વર્ક વિઝા નિયમો કડક કરી રહ્યા છે.
કોણ અરજી કરી શકે છે?
નવો વિઝા ખાસ કરીને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કામ કરતા અથવા અભ્યાસ કરતા યુવાનો માટે રચાયેલ છે. પાત્ર અરજદારોમાં STEM ક્ષેત્રોમાં સ્નાતકો - વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતનો સમાવેશ થાય છે જેમણે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીઓ અથવા સંશોધન સંસ્થાઓમાંથી ઓછામાં ઓછી સ્નાતકની ડિગ્રી મેળવી છે. આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને, ચીને એક સુવ્યવસ્થિત વિઝા નીતિની જાહેરાત કરી છે, જેનો હેતુ દક્ષિણ એશિયા સહિતના વિદેશી વ્યાવસાયિકોને પોતાના દેશમાં આકર્ષવાનો છે, જેથી તેઓ અમેરિકાને બદલે ચીનને પોતાનું આગામી ગંતવ્ય બનાવે. આ નવી વિઝા સિસ્ટમનો ફાયદો એવા યુવા વ્યાવસાયિકો પણ લઈ શકશે, જેઓ શિક્ષણ અથવા સંશોધનના ક્ષેત્રમાં ચીની સંસ્થાઓ સાથે જોડાવા ઇચ્છુક હોય.
ચીની K વિઝાની ખાસિયત શું છે?
ચીનની હાલની 12 સામાન્ય વિઝા શ્રેણીઓની સરખામણીમાં, નવી K વિઝા સિસ્ટમ વધુ આકર્ષક છે. આ વિઝા મલ્ટીપલ એન્ટ્રી, લાંબી માન્યતા અને લાંબા સમય સુધી રોકાવાની સુવિધા આપે છે. અન્ય મોટાભાગના વર્ક વિઝાથી વિપરીત, આ K વિઝા માટે ચીનના કોઈ નોકરીદાતા કે સંસ્થાના આમંત્રણ અથવા નિમણૂક પત્રની જરૂર નથી. નવા નિયમો મુજબ, K વિઝા ધારકો ચીનમાં પ્રવેશ્યા બાદ અભ્યાસ, સંસ્કૃતિ, વિજ્ઞાન અને ટેકનોલોજીના કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે અને સાથે જ વેપાર અને ઉદ્યોગસાહસિકતા સંબંધિત કામ પણ કરી શકશે.