મડાગાસ્કરના રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોઇલિનાએ અજાણ્યા સ્થળ પરથી ટીવીમાં સંબોધન કર્યુ હતુ પરંતુ તેઓએ રાજીનામાં મામલે કોઇ જાહેરાત કરી નથી.

સરકાર વિરુદ્ધ પ્રદર્શનો

મડાગાસ્કરના રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોઇલિના દેશ છોડી ભાગ્યા છે. દેશમાં લાંબા સમયથી Gen-Zઓનું આંદોલન શરુ હતુ. સરકાર વિરુદ્ધ પ્રદર્શનો યથાવત્ હતા. પરંતુ સમય સાથે સ્થિતિ ગંભીર થઇ હતી. કારણ કે, એક વિશિષ્ટ સૈન્ય વિભાગ આ પ્રદર્શનોમાં સામેલ થયા હતા. તેઓએ રાષ્ટ્રપતિ અને મંત્રીઓ પાસે રાજીનામાની માગ કરી છે. સેનાએ આ તમામ સ્થિતિમાં ફાયરિંગ કરવાનો ઇન્કાર કર્યો છે.

દેશમાં અરાજકતા માહોલ

દેશમાં ફેલાયેલા અરાજકતા માહોલ વચ્ચે રાજોઇલિનાએ કહ્યુ હતુ કે, હિન્દ મહાસાગરની આ દ્વીપની સત્તા લેવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે. રાષ્ટ્રપતિએ સંબોધન દરમિયાન કહ્યુ હતુ કે, મને મારા જીવનની રક્ષા માટે સુરક્ષિત સ્થાન શોધવા માટે મજબૂર થવુ પડ્યુ હતુ. સેના વિભાગ 'કૈપસૈટ'ના સત્તા પરિવર્તન બાદ રાજધાની અંતાનાનારિવોના મુખ્ય ચોક પર હજારો પ્રદર્શનકારીઓની સાથે રેલીમાં સામેલ થયા હતા.

પ્રાથમિક જરુરિયાતોની અછત

રાષ્ટ્રપતિએ આ ગંભીર માહોલમાંથી બહાર નિકળવા માટે વાતચીતનું આહ્વન કર્યુ છે. તેઓએ એ વાતની સ્પષ્ટતા નથી કરી કે મડાગાસ્કરમાંથી તેઓ બહાર કેવી રીતે નિકળ્યા અને ક્યાં છે. પરંતુ એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે, ફ્રાન્સના સેનાના વિમાનથી તેઓને દેશની બહાર મોકલવામાં આવ્યા છે. તો આ તરફ, વિદેશ મંત્રાલયે આ મામલે કોઇપણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે. પાણી અને વીજળીની સતત અછતના કારણે સરકાર વિરુદ્ધ પ્રદર્શનો 25 સપ્ટેમ્બરના રોજ શરુ થયા હતા. 

  • Follow us on: