સદ્દનસીબે તમામ યાત્રીઓ ઇમરજન્સી એક્ઝિટમાંથી તુરંત બહાર નિકળ્યા હતા. અને પોતાનો જીવ બચાવ્યો હતો.

મોટી જાનહાનિ ટળી

કાંગોમાં મોટી દુર્ઘટના ટળી છે. ખનન મંત્રીનું ચાર્ટર્ડ વિમાન રનવે પર દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ અને તેમાં આગ લાગી હતી. પરંતુ પ્લેનમાં હાજર તમામ યાત્રીઓ સુરક્ષિત રીતે બહાર નિકળ્યા હતા. અને મોટી જાનહાનિ ટળી હતી. આ ચાર્ટર્ડ વિમાનમાં ખનન મંત્રી લુઇ વોટમ કાબાંબા સહિત તેમની ટીમ સવાર હતી. એમ્બ્રેયર જેટ કોલ્વેઝી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન રનવે 29 પર ક્ષતિગ્રસ્ત થયુ હતુ.

વિમાનનો પાછળનો હિસ્સો બળીને ખાખ

આ પ્લેનમાં 20 અધિકારીઓ સવાર હતા. અને તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ હતુ કે, આગ એટલી તેજ ગતિએ ફેલાઇ હતી કે, તમામ યાત્રીઓએ દોડીને પોતાનો જીવ બચાવવો પડ્યો હતો. આ દુર્ઘટનમાં યાત્રીઓનો સામાન અને ઉપકરણો બળીને ખાખ થઇ ગયા હતા. ઇમરજન્સી રેસ્ક્યૂ ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પંરતુ ભીષણ આગના કારણે વિમાનનો પાછળનો હિસ્સો બળીને ખાખ થયો હતો.

સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય

આ દુર્ઘટના ત્યારે થઇ જ્યારે મંત્રી અને તેમની ટીમ ક્લોંડો ક્ષેત્રમાં થયેલા ખનન દુર્ઘટના મામલે સમીક્ષા કરવા જઇ રહી હતી. આ ખનન દુર્ઘટનામાં 32 લોકોના મોત થયા છે. આવી વિમાન દુર્ઘટના સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય બની રહી છે.  

  • Follow us on: