નોર્વે પોલીસને આતંકવાદી હુમલો ગણીને તપાસ કરી રહી છે.

શક્તિશાળી વિસ્ફોટથી હડકંપ

નોર્વેની રાજધાની ઓસ્લોમાં યુએસ એમ્બેસી બહાર થયેલા એક શક્તિશાળી વિસ્ફોટથી સુરક્ષા એજન્સીઓને સતર્ક થઇ છે. રાત્રે 1 વાગ્યે યુએસ એમ્બેસીના કોન્સ્યુલર વિભાગની બહાર આ વિસ્ફોટ થયો હતો. જેનાથી ઇમારતના પ્રવેશદ્વારને નુકસાન થયું હતું અને સમગ્ર વિસ્તારમાં ગાઢ ધુમાડો ફેલાયો હતો. કોઈ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ નથી. ઓસ્લો પોલીસ કહે છે કે પ્રારંભિક તપાસ સૂચવે છે કે આ ઇરાદાપૂર્વકનો હુમલો હોઈ શકે છે.

આતંકવાદી હુમલાની શક્યતા

તપાસ એકમના વડા ફ્રોડ લાર્સને જણાવ્યું હતું કે, વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને જોતાં, આ હુમલો સીધો યુએસ એમ્બેસી પર નિશાન બનાવીને કરવામાં આવ્યો હોઈ શકે છે. પોલીસે એમ પણ કહ્યું કે આતંકવાદી હુમલાની શક્યતા નકારી શકાતી નથી. હજુ સુધી કોઈ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થઈ નથી. પરંતુ પોલીસ એક કે તેથી વધુ હુમલાખોરોની શોધ કરી રહી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે આ મામલો તપાસ હેઠળ છે અને નોર્વેજીયન સરકાર સંપૂર્ણ સહયોગ કરી રહી છે.

શું ઈરાની પ્રોક્સી જૂથો છે સામેલ ?

આ વિસ્ફોટ એવા સમયે થયો છે જ્યારે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર સતત હુમલાઓ થઈ રહ્યા છે અને સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવ વધી રહ્યો છે. ઈરાને પહેલાથી જ આ ક્ષેત્રમાં યુએસ લશ્કરી થાણાઓ અને સાથી દેશોને નિશાન બનાવ્યા છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે જો ઈરાન યુરોપ પર સીધો હુમલો ન કરે તો પણ તેના સમર્થકો અથવા પ્રોક્સી જૂથો વિશ્વભરમાં યુએસ સંસ્થાઓને નિશાન બનાવી શકે છે.

અમેરિકાએ લગાવ્યો આરોપ

વ્હાઇટ હાઉસનો દાવો છે કે ઈરાન સમર્થિત જૂથોએ છેલ્લા કેટલાક દાયકાઓમાં વિશ્વભરમાં યુએસ બેઝ અને દૂતાવાસોને નિશાન બનાવ્યા છે. 1983માં બેરૂતમાં યુએસ દૂતાવાસ પર કાર બોમ્બ હુમલામાં 17 અમેરિકનો માર્યા ગયા. તે જ વર્ષે, લેબનોનમાં યુએસ મરીન બેઝ પર ટ્રક બોમ્બ હુમલામાં 241 અમેરિકન સૈનિકો માર્યા ગયા. તાજેતરના વર્ષોમાં, ઈરાન સમર્થિત લશ્કરો પર ઇરાક, સીરિયા અને જોર્ડનમાં યુએસ બેઝ પર હુમલાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ 1300 લોકોના મોત બાદ ઇરાને કર્યો 'સીઝફાયર'નો ઉલ્લેખ, કહ્યુ અમારા માટે ઉભી કરાઇ યુદ્ધની સ્થિતિ 

  • Follow us on: