ડોનાલ્ડ ટ્રમ્પ અને ન્યૂયોર્કના નવ નિર્વાચિત મેયર ઝોહરાન મમદાનીની મુલાકાત 21 નવેમ્બરે વ્હાઇટ હાઉસમાં નક્કી થાય છે. ટ્રમ્પ પહેલા મમદાનીની નીતિઓની નિંદા કરી ચૂક્યા છે, પરંતુ પ્રસ્તાવ આવવા પર તેમને મળવા માટે સહમતિ આપી છે.


ઝોહરાન મમદાની શુક્રવારે વ્હાઇટ હાઉસમાં તેમની સાથે મુલાકાત કરશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ન્યૂયોર્ક શહેરના નવ-નિયુક્ત મેયર ઝોહરાન મમદાની શુક્રવારે વ્હાઇટ હાઉસમાં તેમની સાથે મુલાકાત કરશે. નોંધનીય છે કે ટ્રમ્પે અગાઉ મમદાનીની નીતિઓની કડક ટીકા કરી હતી. 4 નવેમ્બરે થયેલી ચૂંટણી પહેલા ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો મમદાની જીતશે તો ન્યૂયોર્ક માટે તે ‘આર્થિક અને સામાજિક આફત’ સાબિત થશે. બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે લખ્યું ન્યૂયોર્ક સિટીના કમ્યુનિસ્ટ મેયર ઝોહરાન ‘ક્વામે’ મમદાની મળવા માંગે છે. અમે સંમત થયા છીએ કે આ બેઠક શુક્રવાર, 21 નવેમ્બરે ઓવલ ઓફિસમાં થશે. વધુ માહિતી જલદી આપવામાં આવશે.

જીત બાદ મમદાનીનો ટ્રમ્પ પર પ્રહાર

જીત બાદ પોતાના ઉત્સાહભર્યા ભાષણમાં મમદાનીએ ટ્રમ્પને સીધી પડકાર આપી હતી. ટ્રમ્પ પોતાના બીજા કાર્યકાળમાં ગેરકાયદેસર પ્રવાસીઓ પર કડક કાર્યવાહી કરી રહ્યા છે, જ્યારે મમદાનીનો મત છે કે ન્યૂયોર્કની શક્તિ પ્રવાસીઓમાં છે અને હવે શહેર “એક પ્રવાસીના નેતૃત્વ હેઠળ ચાલશે. મમદાનીએ કહ્યું હતું. આખરે, જો કોઈ ડોનાલ્ડ ટ્રમ્પથી ઠગાયેલા દેશને તેમને હરાવવાનો રસ્તો બતાવી શકે છે, તો તે ન્યૂયોર્ક છે.જે શહેરે તેમને શિખરે પહોંચાડ્યા.જેણે તેને સત્તા મેળવવામાં મદદ કરી. એ જ ટ્રમ્પને રોકવાનો માર્ગ છે અને આગામી ટ્રમ્પને પણ. તો ડોનાલ્ડ ટ્રમ્પ, મને ખબર છે કે તમે જોઈ રહ્યા છો. હું ચાર શબ્દ કહું છું. અવાજ વધુ ઊંચો કરો.

  • Follow us on: