આ વર્ષના નોબેલ પુરસ્કારની જાહેરાત આગામી અઠવાડિયે એટલે કે, સોમવારથી શરૂ થઈ રહી છે. તબીબી પુરસ્કારની સાથે નોબેલ પુરસ્કારોની જાહેરાતની શરૂઆત થશે. ત્યારબાદ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને સાહિત્યનું નોબેલ પુરસ્કાર આપવામાં આવશે. નોબેલ પીસ પ્રાઈઝની જાહેરાત ઓસ્લોમાં નોર્વેની નોબેલ સમિતિ દ્વારા શુક્રવારે જ કરવામાં આવશે.


 

અન્ય તમામ પુરસ્કારોની જાહેરાત સ્ટોકહોમમાં રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા કરવામાં આવશે. તેથી અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત 14 ઓક્ટોબરે કરવામાં આવશે.

શાંતિ નોબેલ પુરસ્કાર અટકાવી શકાય છે

સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડેન સ્મિથે કહ્યું કે જ્યારે હું દુનિયાને જોઉં છું ત્યારે મને ઘણો સંઘર્ષ, દુશ્મનાવટ અને હરિફાઈ દેખાય છે. એવું લાગે છે કે આ વર્ષનું નોબેલ શાંતિ પુરસ્કારને અટકાવીને આ તરફ ધ્યાન દોરવું વધુ સારું રહેશે.

 નોબેલ શાંતિ પુરસ્કાર ઘણી વખત સસ્પેન્ડ કરવામાં આવ્યો છે

નોબેલ શાંતિ પુરસ્કાર વિશ્વ યુદ્ધો સહિત 19 વખત સ્થગિત કરવામાં આવ્યો છે. જો કે, પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઓસ્લોના ડિરેક્ટર હેનરિક ઉર્દલે કહ્યું કે આ એવોર્ડ ન આપવો એ ભૂલ હશે, કારણ કે આ એવોર્ડ શાંતિ માટે મહત્વપૂર્ણ કાર્યને પ્રોત્સાહન આપવા અને ઓળખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

  • Follow us on: