એક શેરની વાત કરીએ બહુત દેર કરી મહેરબા આતે આતે...આનો અર્થ છે કે હવે કોઈ ફાયદો નથી આવવાનો. જ્યારે કોઈ વસ્તુ-વ્યકિતની જરૂર ન રહે અને વર્ષો પછી એ મળે તો કોઈ આનંદ કે ખુશી નથી રહેતી. એવું આ શેરમાં કહેવામાં આવ્યું છે. બસ આવી જ ઘટના એક મહિલા સાથે બની ગઈ છે. આ મહિલાને મનગમતી નોકરી માટે અરજી કરી પરંતુ જવાબ આવ્યો છેક 48 વર્ષ પછી.
વિચારો, પ્રતીક્ષા કરનારે કેટલી ઋતુઓ, કેટલી રાત્રીઓ અને દિવસો પસાર કરી નાંખ્યા...અને આખરે જવાબ આપ્યો તો આટલા વર્ષોની જોયેલી વાટનો કોઈ અર્થ જ ન રહ્યો.
48 વર્ષ પછી વળતો જવાબ મળ્યો, જાણો આખી સ્ટોરી
આ સ્ટોરી છે ઈંગ્લેન્ડ દેશમાં રહેતી એક મહિલાની જેનું નામ છે ટિઝી હોડસની. જેને પોતાની ભરયુવાનીમાં એક નોકરી મેળવવા અરજી કરી હતી. ઘણા દિવસો સુધી તે વળતા જવાબની વાટ જોતી રહી, એને આશા હતી કે આ નોકરી તે મેળવશે અને કરી પણ લેશે. પરંતુ આવું ન થઈ શક્યું. હવે તે વૃદ્ધ થઈ ચુકી છે. ત્યારે જઈને તેને નોરકીની અરજીનો વળતો જવાબ મળ્યો છે. જેવો તેને પત્ર વાંચ્યો કે બધું સાફ થઈ ગયું. અને આજથી 48 વર્ષ અગાઉ અરજી કરી તેનો જવાબ આટલા બધા વર્ષો પછી મળ્યો. સરકારી કચેરીમાંથી વળતા જવાબમાં મસમોટો વિલંબ થઈ ગયો હતો.
70 વર્ષની ઉંમરે અધૂરું સપનું મળ્યું
મળતી માહિતી અનુસાર, ટિઝી હોડસ હવે 70 વર્ષની વૃદ્ધ થઈ ગઈ છે. ઈંગ્લેન્ડના લિંકનશાયરના ગેડને હિલમાં રહે છે. તાજેતરમાં જ તેની પાસે એક ટપાલ કચેરીથી એક પરબીડિયું આવ્યું. જેમાં તેને ખોલીને જોયું તો તેની આંખો પહોળી થઈ ગઈ હતી. પરબીડિયાની અંદર એ અરજી હતી જે તેને 48 વર્ષ અગાઉ નોકરી માટે મોકલી હતી. ટિજી એક સ્ટંટવુમન હતી. વર્ષ-1976માં તે મોટરસાઈકલ સ્ટંટ રાઈડર બનવા માગતી હતી અને તેને જાન્યુઆરી 1976માં આ નોકરી માટે અરજી કરી હતી.
50 વર્ષ બાદ પોસ્ટ ઓફિસની ભૂલ સામે આવી
ટપાલ ઉપર લખેલું હતું કે તે પોસ્ટ ઓફિસના ડ્રોઅરમાં ફસાઈ ગયું હતું. જેના લીધે તે ડિલીવર ન થઈ શક્યો. આ પરબીડિયું આશરે 50 વર્ષ મોડું હવે મળ્યું છે.
કરિયર પર અસર ન થઈ, પરંતુ સવાલ તો ઊભો રહ્યો
પોસ્ટ ઓફિસની આ ભૂલ છતાં તેના કરિયર પર આની કોઈ અસર ન પડી. તેઓએ પોતાના જીવનમાં ઘણા બાઈક સ્ટંટ કર્યા અને કીર્તિ મેળવી છે. 50થી વધુ વખત ઘર બદલી દીધું, ચારથી પાંચ દેશ બદલ્યા, પરંતુ તે હંમેશા એવું વિચારતી રહી કે તેને વળતો જવાબ કેમ ન મળ્યો. આ નવાઈની વાત છે કે આટલા વર્ષો અને આટલા સ્થળ બદલ્યા પછી પણ પોસ્ટ ઓફિસે તેને શોધી લીધી હતી.