પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત તરફથી પાકિસ્તાન પર જે પહેલું બ્રહ્માસ્ત્ર ચલાવવામાં આવ્યું હતું તેની અસર દેખાવા લાગી છે. પાડોશી દેશમાં પાણીની અછતને સ્પષ્ટ જોઈ શકાય છે. દુકાળનો સામનો કરી રહેલા પાકિસ્તાનના પંજાબની સ્થિતિ આવનારા સમયમાં ખુબ વધારે ગંભીર થઈ શકે છે. ભારત તરફથી પશ્ચિમી નદીઓ પર નિયંત્રણ વધારવાના પગલાની અસર પાકિસ્તાનમાં ગંભીર જળ સંકટના પુરમાં ઉભરી રહી છે. આ અઠવાડિયે પાકિસ્તાનના સિંધુ વિસ્તારમાં છોડવામાં આવેલા પ્રવાહમાં 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જે ગયા વર્ષની સરખામણીમાં ખુબ ઓછુ છે.
5 જૂને પાકિસ્તાનના પંજાબમાં પાણીનો પ્રવાહ ઓછો થઈને 1.24 લાખ ક્યૂસેક સુધી પહોંચી ગયો હતો. જે ગયા વર્ષે આ તારીખમાં 1.44 લાખ ક્યૂસેક હતું. તરબેલા ડેમમાં જળસ્તર 1465 મીટર સુધી પહોંચી ગયું છે. જો કે તેનું ડેડ લેવલ 1402 મીટર છે. ચશ્મા ડેમમાં જળસ્તર 644 મીટર છે. જે ડેડ લેવલ 638 મીટરથી ઉપર ચે. મંગલા ડેમનું જળસ્તર 1163 મીટર સુધી પહોંચી ગયું છે, જે ડેડ લેવલ 1050થી થોડુ ઉપર છે. જણાવી દઈએ કે ડેડ લેવલ જળસ્તરની એ સીમા છે જેના પછી પાણીને ડેમામાંથી છોડી શકાતુ નથી.













