- હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા છ મહિનાથી ભીષણ યુદ્ધ યથાવત્
- આ ભીષણ યુદ્ધમાં ગાઝામાં હજારો લોકો મોતને ભેટયા હોવાનો UNનો દાવો
- ભારત સહિત 13 દેશોએ યુનોમાં આવેલા પ્રસ્તાવથી અંતર જાળવી રાખ્યું
ગાઝામાં સતત કથળતી જતી સ્થિતિ પર યુએનમાં ઈઝરાયલ વિરુદ્ધ પ્રસ્તાવના ટેકામાં 28 દેશોએ મતદાન કર્યું. જ્યારે 13 દેશો આનાથી અંતર જાળવી રાખ્યું હતું. પ્રસ્તાવ વિરુદ્ધ વોટ કરનાર દેશોની સંખ્યા છ હતી. અમેરિકા અને જર્મની એવા દેશોમાં સામેલ છે જેઓએ ઠરાવની વિરુદ્ધ વોટિંગ કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં કુલ 47 દેશ છે. આ ગૃપમાં સામેલ મોટાભાગના દેશ લોશાહી અને માનવાધિકારનું પાલન કરવાની વાત કરતા હતા.
ઈઝરાયેલ વિરુદ્ધના ઠરાવમાં શું કહ્યું હતું?
યુએનમાં રજૂ કરાયેલા પ્રસ્તાવમાં ઇઝરાયલ પર શસ્ત્ર પ્રતિબંધની માંગ કરવામાં આવી હતી. તમામ દેશોએ ઇઝરાયેલને શસ્ત્રો અને અન્ય સૈન્ય સાધનોનું વેચાણ કે ટ્રાન્સફર બંધ કરી દેવા જોઇએ તે વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આમ કરવાથી જ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાનું ઉલ્લંઘન અને માનવ અધિકારોનો દુરુપયોગ અટકશે. તેણે ગાઝામાં તેની સેના દ્વારા આચરવામાં આવેલા 'યુદ્ધ અપરાધો' માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવવા પણ હાકલ કરી હતી.
UNમાં કયો દેશ ઠરાવ લાવ્યું?
મળતી માહિતી અનુસાર, ઓઆઈસી તરફથી પાકિસ્તાન દ્વારા ઈઝરાયલ વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરાયો હતો. ઓઆઈસી લાંબા સમયથી ઈઝરાયલને ગાઝામાં થઈ રહેલા યુદ્ધ માટે દોષિત સાબિત કરવા રચ્યું પચ્યું છે. પાકિસ્તાન સહિત દુનિયાના તમામ ઈસ્લામિક દેશોએ ગાઝામાં હમાસ સાથે ચાલતા યુદ્ધને લઈ તેની ટીકા કરી છે. તેઓનું કહેવું છે કે યુદ્ધના લીધે માસૂમ પેલેસ્ટિયનોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
ભારતે શા માટે અંતર જાળવ્યું?
ભારતની સાથે જ્યોર્જિયા અને નેધરલેન્ડ એવા દેશોમાં સામેલ હતો જેને ઠરાવને લઈ થયેલા મતદાનમાં ભાગ નહોતો લીધો. ભારતે અગાઉ પેલેસ્ટિયન ક્ષેત્રમાં માનવાધિકારની સ્થિતિ પર પ્રસ્તાવોથી અંતર રાખ્યું છે. આ વખતે પણ પ્રસ્તાવને બહિષ્કાર કરી પરંપરા પ્રમાણેનું વલણ જાળવી રાખ્યું હતું. જો કે ભારતે યુનોમાં પેલેસ્ટિયન લોકોનાં સમર્થનમાં લાવેલા ત્રણ ઠરાવોનું સમર્થન પણ કર્યું. આમાં પેલેસ્ટિયન લોકોના અધિકારનું સમર્થન કરતા પ્રત્સાવ, કબ્જો ધરાતવા સીરિયનમાં માનવાધિકારો પર ચિંતા કરતા પ્રસ્તાવ અને વેસ્ટ બેંક ગાઝા અને યરુશાલેમ સહિત કબ્જો ધરાવતા પેલેસ્ટિયન ક્ષેત્રમાં ઈઝરાયલી વસ્તીને વખોડતો પ્રસ્તાવ પણ સામેલ હતો.