• પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં આત્મઘાતી હુમલો
  • એક વ્યક્તિનું મોત, 13 સુરક્ષા કર્મચારીઓ સહિત 21 ઈજાગ્રસ્ત
  • 3 સુરક્ષાકર્મચારીઓની હાલત વધુ ગંભીર

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સૈનિકોના કાફલા પર આત્મઘાતી હુમલો થયાના સમાચાર સામે આવી રહ્યા છે. TTPથી અલગ થયેલા જૂથ દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ અને 13 સુરક્ષા કર્મચારીઓ સહિત 21 ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સુરક્ષાદળોના કાફલા પર આત્મઘાતી હુમલો

સ્થાનિક પોલીસે જણાવ્યુ કે રવિવારે બન્નૂ છાવણીમાં આઝાદ મંડીની પાસે ઉત્તરી વજીરિસ્તાન જિલ્લાથી બન્નૂ જઈ રહેલા સુરક્ષા દળોના કાફલાને વિસ્ફોટકોથી ભરેલા એક વાહને ટક્કર મારી દીધી. બ્લાસ્ટમાં એક પદયાત્રીનું મોત નીપજ્યુ અને 13 સુરક્ષાકર્મી અને 8 નાગરિક ઈજાગ્રસ્ત થઈ ગયા. ઈજાગ્રસ્તોને બન્નૂના સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

પોલીસ અનુસાર 3 સુરક્ષાકર્મચારીઓની હાલત ગંભીર છે. પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) ના હાફિઝ ગુલ બહાદુર જૂથે આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટની જવાબદારી લીધી છે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના સુરક્ષા દળોએ રવિવારે પ્રાંતમાં એક ખાનગી આધારિત ઓપરેશન દરમિયાન આઠ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. 

  • Follow us on: