પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ગત રોજ ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફની રેલી યોજાઈ હતી. આ રેલીમાં સેંકડો ઈમરાન ખાનના સમર્થકો એકઠા થયા હતા. આ દરમિયાન રેલીમાં ફાયરિંગ થતા ભારે નાસભાગ મચી હતી. જો કે, પોલીસે ઈમરાન ખાનના સમર્થકોને હટાવવા ટીયર ગૅસના શેલ છોડયા હતા. 


 

 

આખું જીવન જેલમાં વિતાવવા તૈયાર-ઈમરાન ખાન

જેલમાં હવા ખાઈ રહેલા ઈમરાન ખાને જણાવ્યું કે, તે પોતાનું આખું જીવન જેલમાં વિતાવવા તૈયાર છે પરંતુ આઝાદી માટે કોઈ કરાર કે સમજુતિ નહીં કરે. ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાન ગત એક વર્ષ કરતાં વધુ સમયથી જેલમાં છે. તેને પાંચ ઓગસ્ટ-2023થી તોશાખાના કેસમાં દોષિત ઠેરવ્યા પછી તેઓની ધરપકડ કરવામાં આવી હતી. 

ફાયરિંગ બાદ નાસભાગ થઈ

ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાનના સમર્થકો પર ફાયરિંગ બાદ નાસભાગ મચી ગઈ હતી. અરાજકતાના વાતાવરણમાં હિંસા વધવાના ભયને કારણે ઈસ્લામાબાદના તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા. તે જ સમયે, ઈમરાન ખાનની પાર્ટીના નેતા ફવાદ ચૌધરીએ પણ ફાયરિંગમાં ઘણા સમર્થકોના મોતનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં માર્શલ લો જેવી સ્થિતિ સર્જાઈ છે.

પથ્થરમારામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે

મળતી માહિતી મુજબ, ઈમરાન ખાનના સમર્થકો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં અનેક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. હકીકતમાં, ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીએ રવિવારે ઇસ્લામાબાદમાં તેમની જેલમાંથી મુક્તિ માટે સરકાર પર દબાણ બનાવવા માટે એક રેલીનું આયોજન કર્યું હતું.

  • Follow us on: