• હિન્દુત્વ જ વિશ્વને સંતુષ્ટિનો માર્ગ બતાવશે

  • વિશ્વએ હિન્દુ મૂલ્યોમાંથી પ્રેરણા લેવાની જરૂર
  • WHC માં 60 દેશોના પ્રતિનિધિ શામેલ થયા

થાઇલેન્ડમાં શુક્રવારે એટલે કે 24 નવેમ્બરે ત્રીજી વિશ્વ હિન્દુ કોંગ્રેસનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. આ સમારોહમાં થાઇલેન્ડના વડાપ્રધાને મોટું નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યું કે અશાંતિ સામે લડી રહેલી દુનિયાએ હિન્દુ મૂલ્યો માંથી પ્રેરણા લેવી જોઇએ. જેના દ્રારા જ વિશ્વમાં ફરીથી શાંતિની સંભાવનાઓ છે.

ઇઝરાય-હમાસ તથા રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેવામાં થાઇલેન્ડના વડાપ્રધાને હિન્દુ ધર્મને લઇ મોટી વાત કહી છે. થાઇલેન્ડના PM શ્રેથા થાવિસિને કહ્યું કે દુનિયાને અહિંસા, સત્ય, સહિષ્ણુતા અને સદ્ભાવ જેવા હિન્દુ મૂલ્યોમાંથી પ્રેરણા લેવી જોઇએ. વિશ્વમાં હિન્દુઓની ઓળખ પ્રગતિશીલ અને પ્રતિભાશાળી સમાજના રૂપમાં સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી બેંકોકમાં ત્રીજી વિશ્વ હિન્દુ કોંગ્રેસનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનિય છેકે આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં વડાપ્રધાન થાવિસિને પણ ભાગ લીધો હતો પરંતુ અમુક કારણોસર તે બેઠકમાં આવી શક્યાં ન હતા. આ મીટિંગમાં તેમના તરફથી મોકલાયેલ મેસેજ વાંચવામાં આવ્યો હતો.

હિન્દુત્વ અને હિન્દુ ધર્મ શબ્દ અપનાવાયા

વિશ્વ હિન્દુ સંમેસલનમાં સનાતન ધર્મને સંદર્ભિત કરવા માટે ‘હિન્દુત્વ’ અને ‘હિન્દુ ધર્મ’ શબ્દોને અપનાવવામાં આવ્યા હતા. આ સાથે જ હિન્દુવાદ (Hinduism) શબ્દનો ત્યાગ કરવાના સંદર્ભમાં કહ્યું કે તે શબ્દ જુલ્મ અને ભેદભાવને દર્શાવે છે. ત્રીજી હિન્દુ કોંગ્રેસે (WHC) એ આ ઘોષણાપત્રને અપનાવ્યો હતો જેમા કહેવામાં આવ્યું હતુ કે હિન્દુત્વ શબ્દ વધારે સટીક છે કારણ કે તેમાં હિન્દુ શબ્દના તમામ અર્થ શામેલ છે. WHC ની ચર્ચા-વિચારણાના પ્રથમ દિવસના અંતમાં અપનાવેલ ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું હતુ કે હિન્દ ધર્મ શબ્દમાં પહેલો શબ્દ 'હિન્દુ' એક અસીમિત શબ્દ છે. આ એ તમામનુ પ્રતિક છે જે સનાતન કે શાશ્વત છે. બીજો શબ્દ 'ધર્મ' છે જેનો અર્થ ‘તે, કાયમ રાખે’ છે.

60 દેશોના પ્રતિનિધિ થયા શામેલ

વર્લ્ડ હિન્દુ ફાઉન્ડેશનના સ્થાપક અને વૈશ્વિક પ્રમુખ સ્વામી વિજ્ઞાનાનંદે શંખ ફૂંકીને કોન્ફરન્સની શરૂઆત કરી હતી. તેમાં 60 થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આધ્યાત્મિક નેતા માતા અમૃતાનંદમયી દેવી, વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના મહાસચિવ મિલિંદ પરાંડે, WHC ઓર્ગેનાઈઝિંગ કમિટીના અધ્યક્ષ સુશીલ સરાફ, ભારત સેવાશ્રમ સંઘના કાર્યકારી પ્રમુખ સ્વામી પૂર્ણમાનંદ, હિંદુઈઝમ ટુડે-યુએસએના પ્રકાશક સતગુરુ બોધિનાથ વેલાંસ્વામી સહિત અન્ય લોકોએ ભાગ લીધો હતો.

હિન્દુઓને એકજુટ થવા મોહન ભાગવતનું આહ્વાન

આ પહેલા WHC ના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરતી વખતે RSSના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે ભારત વિશ્વને ખુશી અને સંતુષ્ટિનો માર્ગ બતાવશે જે ભૌતિકવાદ, સામ્યવાદ અને મૂડીવાદના પ્રયોગોને કારણે લડખડાઇ રહ્યો છે. તેમણે વિશ્વભરના હિન્દુઓને એકબીજા સુધી પહોંચવા અને વિશ્વ સાથે એકસાથે જોડાવા અપીલ કરી હતી. વિશ્વભરના ચિંતકો, કાર્યકર્તાઓ, નેતાઓ અને ઉદ્યમીઓને સંબોધતા તેમણે કહ્યું, 'આપણે દરેક હિન્દુ સુધી પહોંચવું પડશે, સંપર્ક સ્થાપિત કરવો પડશે. બધા હિન્દુઓ એક સાથે આવશે અને વિશ્વના દરેકનો સંપર્ક કરશે. હિન્દુઓ વધુને વધુ સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને વિશ્વ સાથે જોડાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

  • Follow us on: