• PM મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે કરી બેઠક
  • કતારના અમીર શેખ તમીમ બિન હમદ સાથે મુલાકાતનો અવસર મળ્યો: PM મોદી
  • તેલ સમૃદ્ધ દેશમાં ભારતીય સમુદાયના કલ્યાણ પર વાત થઈ

2 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે તેલ સમૃદ્ધ દેશમાં ભારતીય સમુદાયના કલ્યાણ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. 

PM મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, 'દુબઈમાં COP28 સમિટના કતારના અમીર શેખ તમીમ બિન હમદ સાથે મુલાકાતનો અવસર મળ્યો. દ્વિપક્ષીય ભાગીદારીની સંભાવના અને કતારમાં ભારતીય સમુદાયના કલ્યાણને લઈને અમારી સારી વાતચીત થઈ છે.'

આ બેઠક શા માટે મહત્વની?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે બેઠક થઇ હતી. બંને નેતાઓ વચ્ચે એવા સમયથી મુલાકાત થઈ જ્યારે કતારમાં ભારતના આઠ પૂર્વ નૌસૈનિકોને મોતની સજા સંભળાવવામાં આવી છે. ભારત સરકાર આ લોકોની દેશ વાપસીનો પ્રયાસ કરી રહી છે અને સજા વિરૂદ્ધ કોર્ટમાં અપીલ કરી છે. ત્યારે હવે બંને દેશોના વડાઓ વચ્ચે થયેલી મુલાકાતને ખૂબ મહત્વની ગણવામાં આવી રહી છે.

ભારતીય નૌસેના 8 પૂર્વ કર્મીઓને કતારની એક કોર્ટે 26 નવેમ્બરે મોતની સજા સંભળાવી હતી. જેના પર ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આ નિર્ણયથી તેઓ સ્તબ્ધ છે. સમગ્ર મામલે તમામ કાયદાકીય વિકલ્પો પર વિચાર કરાઈ રહ્યો છે. ત્યારે, નૌસેના પ્રમુખ એડમિરલ આર હરિ કુમારે શુક્રવારે કહ્યું હતું કે, પૂર્વ નૌસૈનિકોને પરત લાવવાના ભારત સરકાર તમામ સંભવ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.



  • Follow us on: