- તિયાનજીન અને શાંધાઈમાં વધ્યા માઈકોપ્જાજમાના કેસ
- ચીનમાં ફ્લૂ અને એડિનોવાયરસનો વધ્યો ખતરો
- બેઈજિંગમાં સંક્રમણનો દર 40 ટકા છે જે 2019ની સરખામણીમાં દોઢ ગણો વધારે
ચીનમાં ફેલાયેલી શ્વાસની બીમારી વધવાના સંકેત મળી રહ્યા છે. આ કારણે ચીનની સરકારે ચેતવણી જાહેર કરી છે કે બાળકોમાં મોઈકોપ્લાઝમાના કારણે ફેલાયેલી નિમોનિયાની બીમારી વધવાના સંકેત મળી રહ્યા છે. ચીને કહ્યું કે શિયાળાના સમયે શ્વાસની અન્ય બીમારી એક મોટી આબાદીને પોતાની ઝપેટમાં લઈ શકે છે.
બાળકોના બીમાર થવાના કિસ્સા વધ્યા
ચીનની સ્વાસ્થ્ય પ્રવક્તાએ રવિવારે કહ્યું હતું કે સામાન્ય ઈન્ફ્લુએન્ઝા વાયરસના કારણે બાળકોના બીમાર થવાના કિસ્સા વધ્યા છે. ચીને ફીવર ક્લિનિકની સંખ્યા વધારી છે જેથી દર્દીઓને સારવાર મળી રહે. આ સાથે સ્કૂલ અને ઓફિસમાં આ રોગ વધવાની શક્યતા છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં કેસ વધી રહ્યા છે. આ સાથે જ નવા વર્ષની શરૂઆત અને રજાઓ એટલે કે ડિસેમ્બરના અંતમાં કેસ વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
તિયાનજીન અને શાંઘાઈમાં વધ્યા કેસ
બેઈજિંગમાં સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે માઈકોપ્જાજમાના બાદ ચીનમાં ફ્લૂ અને એડિનો વાયરસ કાયમ છે. આ પછી અહીં બાળકો બીમાર થવાના કિસ્સા વધ્યા છે. ચીનમાં નાના બાળકોમાં નિમોનિયા વધવાને લઈને ડબલ્યૂએચઓએ જાણકારી માંગી હતી. તો ચીને કહ્યું કે આ સીઝનલ બીમારી છે અને નિયંત્રણમાં છે.
વાયરસ નવો તો લોકોને વધારે ખતરો
મળતી માહિતિ અનુસાર હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે આ વાયરસ જૂનો છે કે નવો. જો વાયરસ નવો છે તો તે વયસ્ક લોકોને પણ પ્રભાવિત કરી શકે છે. આ સાથે માઈકોપ્લાઝમા એક સામાન્ય પેથોજન છે જે 5થી વધારે ઉંમરના બાળકોમાં નિમોનિયાનું કારણ બને છે. બેઈંજિંગમાં આ સંક્રમણનો દર લગભગ 40 ટકા છે જે 2019ની તુલનામાં દોઢ ગણો વધારે છે.
ચીનની તમામ સ્થિતિ પર બારીક નજર
ડબલ્યૂએચઓએ કહ્યું કે ચીનમાં ફેલાયેલી શ્વાસની બીમારી કોરોના મહામારી જેવી નથી. ચીનમાં હાલમાં જે કિસ્સા આવ્યા છે તેમાં કંઈ નવું નથી. તેની તુલના કોરોના મહામારીથી પહેલાની સ્થિતિ સાથે કરાઈ છે અને તેનાથી ખ્યાલ આવે છે કે બધું નિયંત્રણમાં છે. સંગઠન ચીનની તમામ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.