• પાકિસ્તાન સામે વિરોધ કરતા લોકો પર પાકિસ્તાનનું ફાયરિંગ
  • કાશ્મીરી જનતા સામે પાકિસ્તાન સુરક્ષાદળોએ દમન શરૂ કર્યું
  • અટકાયતનો વિરોધ કરી લોકોએ સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો હતો

પાકિસ્તાને પચાવી પાડેલા પીઓકેમાં ત્યાંની જનતા પાકિસ્તાની અત્યાચાર વિરુદ્ધ બળવો શરૂ કરી દીધો છે. જે બાદ ત્યાં પર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. શુક્રવારે સાંજે મોટી સંખ્યામાં કાશ્મીરી પાકિસ્તાનના અત્યાચાર વિરુદ્ધ માર્ગો પર ઉતરી પડયા છે. વિરોધને ખાળવા પાકિસ્તાન સુરક્ષાદળોએ ભારે બળ પ્રયોગ કર્યો છે. પાકિસ્તાન દળોએ જનતા પર ગોળીબાર કર્યાની પણ ખબર સામે આવી છે. મળતી માહિતી અનુસાર પાકિસ્તાન તરફથી ટેક્સ વધારાનો વિરોધ કરવા 11 મે શનિવારે પીઓકેના લોકો મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પરંતુ એક દિવસ પહેલાં જ વધારાના સુરક્ષાદળો બોલાવી વિરોધ પ્રદર્શન ન થાય તેવો પ્રયાસ કર્યો હતો.

વિરોધ દાબી દેવા પાકિસ્તાન દળો ઉગ્ર બન્યા

રિપોર્ટ અનુસાર પાકિસ્તાન જવાનોએ વિરોધ પ્રદર્શ રોકવા કોઈપણ પ્રકારનું વોરન્ટ અને સૂચના આપ્યા વગર મીરપુર જિલ્લામાં 70થી વધુ કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી. આ ઘટના બાદ ગુસ્સામાં આવેલી ભીડ માર્ગો પર ઉતરી પડી હતી. ધરપકડના વિરોધમાં સામાન્ય જનતાએ સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો હતો. જેથી સમગ્ર સ્થિતિ ભારેલા અગ્નિજેવી થઈ ગઈ હતી. આ સ્થિતિમાં સ્થાનિક વહીવટી તંત્રએ તાત્કાલિક અસરથી કલમ-144 લગાવી દીધી હતી.

પાકિસ્તાન બાળકોને પણ છોડી નથી રહ્યું

પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કચડવા હિંસાની મદદ લેવાઈ રહી છે. પાકિસ્તાન વહીવટી તંત્રે વધારાના જવાનોની તૈનાતી કરી છે. જેમાં પાકિસ્તાન રેન્જર્સ અને ફ્રન્ટિયર કોરના જવાનોને સામેલ કરાયા છે. મળતી માહિતી અનુસાર જમ્મુ કાશ્મીર જવોઈન્ટ એક્શન કમિટીએ લોંક માર્ચની જાહેરાત કરી હતી. જેને રોકવા માટે 70થી વધુ કાર્યકર્તાઓની ધરપકડ કરી લીધી છે. પાકિસ્તાની સુરક્ષાદળો બાળકોને પણ છોડી નથી રહ્યા. પોલીસે ટીયર ગૅસ છોડયા હતા. જે એક સ્કૂલની અંદર પડતા આમાં ઘણા વિદ્યાર્થીઓને તકલીફ થઈ હતી.

જમ્મુ-કાશ્મીર જ્વોઈન્ટ એક્શન કમિટીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં થયેલા કરારનું પાલન કરવા પાકિસ્તાન સરકાર પર દબાણ કરવા શુક્રવારે એક બેઠક બોલાવી હતી. આમાં ટ્રાંસપોર્ટરોની હડતાળ સામેલ હતી. કમિટીએ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ સરકાર પર કરારને પુરો ન કરવાનો આરોપ લગાવ્યો છે.

  • Follow us on: