- બ્રિટિશ અધિકારી ભારતીય યુઝર્સના હાથે ભારે ટ્રોલ થયા
- પાકિસ્તાને પચાવી પાડેલા પ્રદેશમાં બ્રિટિશન અધિકારી યાક અને પાકિસ્તાન જવાનો સાથે ફોટો પડાવ્યો
- સોશિયલ મીડિયા એક્સે આ અધિકારીનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું
પાડોશી દેશ પાકિસ્તાનમાં બ્રિટના ડિફેન્સ એડવાઈઝર બ્રિગેડિયર પોલ હેહર્સને સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કરવા ભારે પડયા છે. કારણ કે તેમને બાદમાં ભારે ટીકા કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા ફોટામાં તેઓ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં પાકિસ્તાની સૈન્ય જવાનો સાથે યાકની સાથે દેખાયા હતા.
સોશિયલ મીડિયાની પોસ્ટમાં બ્રિટિશન અધિકારી પોતાની ટીમ અને પાકિસ્તાની સૈન્યના જવાનો યાક પર બેઠા જોઈ શકાતા હતા. ફોટામાં તેઓ પ્રતિકૂળ હવામાનમાં 18 હજાર ફૂટ પર સૈનિકો સુધી પુરવઠો પૂરો પાડવા માટે યાકની મદદનું પ્રદર્શન કરતા જોઈ શકાતા હતા. તેમને પોસ્ટમાં એવું કેપ્શન લખ્યું કે, 'અમારી યજમનાની કરવા અને અને અમને યાક સાથે મુલાકાત કરવા બદલ આભાર'
સોશિયલ મીડિયા પર પીઓકેના ફોટા શેર કર્યા પછી બ્રિટિશ અધિકારી ભારતીય યુઝર્સના ટાર્ગેટ પર આવી ગયા હતા. તેમને પીઓકેમાં પાકિસ્તાની સૈન્ય સાથે ફોટા પડાવતા ટ્રોલ કર્યા હતા. કેટલાક યુઝર્સે પાકિસ્તાની અધિકારીઓને ટાર્ગેટ કર્યા હતા. જો કે તેમના આ પોસ્ટ હવે જોઈ નહીં શકાય. કારણ કે સોશિયલ મીડિયા એક્સે તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું છે.
પીઓકેના નેતાઓ પાકિસ્તાન સરકાર વિરુદ્ધ
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને લઈને ઘણા વિવાદો છે. તે વિસ્તારમાંથી એવી વસ્તુઓ પણ આવતી રહે છે કે પાકિસ્તાનની સરકાર અને લોકો તેને સ્વીકારી શકતા નથી, તેઓ તેને સાથે રાખવા માટે જ તેના પર કબજો કરી રહ્યાં છે. હવે ત્યાંના નેતાઓ આ મામલાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જઈ રહ્યા છે. માર્ચમાં યુનાઈટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટીના કાર્યકરોએ આ મુદ્દો યુએનમાં ઉઠાવ્યો હતો. તેણે ત્યાં સુધી કહ્યું કે પાકિસ્તાન તેની જગ્યાએ આતંકી કેમ્પ ચલાવી રહ્યું છે. થોડા દિવસોમાં આ મુદ્દો ફરી ઉભો થયો. આ વખતે પાર્ટીની અવામી એક્શન કમિટીએ પત્રકાર પરિષદમાં તમામ આરોપોનું પુનરાવર્તન કર્યું છે. કથિત રીતે પાકિસ્તાની વહીવટીતંત્ર પીઓકેના લોકો સાથે સારું વર્તન કરતું નથી અને તેમની જરૂરિયાતો પણ પૂરી કરતું નથી.