પોલેન્ડ દેશમાં દુષ્કાળની સ્થિતિ ગંભીર બની રહી છે. રાષ્ટ્રીય હવામાન એજન્સીએ જણાવ્યું કે પોલેન્ડની સૌથી લાંબી નદી વિસ્તુલા નદી રવિવારે લગભગ સુકાઈ ગઈ. દુષ્કાળને લીધે પોલેન્ડની રાજઝાનીમાં આનું જળસ્તર રેકોર્ડ સૌથી ઓછા સ્તરે પહોંચ્યું ગયું છે. આટલું ઓછું જળસ્તર આ નદીમાં કદી જોવા નથી મળ્યું.
જવાબદાર કોણ?
તેઓએ જણાવ્યું હતું કે, જળવાયુ પરિવર્તન આની માટે જવાબદાર છે. બરફવર્ષા ઓછી થઈ રહી છે. શિયાળાની સિઝનમાં પણ ઠંડીની તીવ્રતા ઓછી થઈ રહી છે. ઓછા દિવસોનો વરસાદ અને ઉચ્ચ તાપમાનને લીધે જળસ્તર નીચે જઈ રહ્યું છે.
દેશના બે ભાગને વહેંચે છે નદી
પોલેન્ડ દેશની વિસ્તુલા નદી એક હજાર કિલોમીટરથી વધુ લાંબી છે. આ યુરોપિયન સંઘના સભ્ય દેશોમાં સૌથી લાંબી નદી છે. આ દેશને બે ભાગમાં વહેંચે છે, અને બાલ્ટિક સાગરમાં જઈને સમાઈ જાય છે.
ઉનાળામાં ધરતીનું તાપમાન સૌથી વધુ
આ અગાઉ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ વર્ષની ગરમી દરમ્યાન ધરતીનું તાપમાન સૌથી વધુ રહ્યું છે. એજન્સીના જણાવ્યા પ્રમાણે આ વર્ષે માનવતાના ઈતિહાસમાં સૌથી ગરમ વર્ષ રહ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, રેકોર્ડ તોડ ગરમીને લીઝે માનવ જનીન કારણો સિવાય જળવાયુ પરિવર્તન, અલ-નીનોની અસર અને હવામાન સંબંધિત ફેરફાર છે.
ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે સરેરાશ તાપમાન વધુ હતું
કોપરનિકસ અનુસાર, જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં સરેરાશ તાપમાન 16.8 °C (62.24 °F) હતું. આ 2023ના અગાઉના રેકોર્ડ કરતાં 0.03 ડિગ્રી સેલ્સિયસ (0.05 ડિગ્રી ફેરનહીટ) વધુ ગરમ છે. કોપરનિકન રેકોર્ડ્સ 1940 સુધી પાછા જાય છે, પરંતુ અમેરિકન, બ્રિટિશ અને જાપાનીઝ રેકોર્ડ્સ, જે 19મી સદીના મધ્યમાં શરૂ થાય છે, તે દર્શાવે છે કે છેલ્લા એક દાયકામાં સરેરાશ તાપમાન સૌથી વધુ ગરમ રહ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે છેલ્લા 1,20,000 વર્ષોમાં આ સૌથી વધુ તાપમાન છે.