પૂર્વોત્તર આફ્રિકન દેશ સુદાનમાં ગત 16 મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ જેવી સ્થિતિ છે. આમાં અત્યાર સુધી 20 હજાર લોકોનાં મોત થઈ ચુકયા છે. જ્યારે સુદાનના સેન્નારમાં એક બજારમાં થયેલા ગોળીબારમાં 21 લોકોનાં મોત થયા છે જ્યારે 67 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગત
એપ્રિલ-2023માં પણ સુદાનના ડૉકટર્સ નેટવર્ક આ પ્રકારના લોકોનાં મોતની ખબર આવી હતી, પરંતુ એ સમયે ઈજાગ્રસ્તોની સંખ્યા 70થી વધુ હતી. જયારે હવે ગોળીબાર માટે અર્ધસૈનિક રેપિડ સપોર્ટ ફોર્સને દોષિત ઠેરવવામાં આવ્યા છે.
હિચકારા હુમલામાં 21 લોકોનાં મોત
મળતી માહિતી અનુસાર, પેરામિલિટ્રીને દોષિત ઠેરવાયા છે. ઉલ્લેખનીય છે કે રવિવારે દક્ષિણ-પૂર્વ સુદાનના સેન્નાર શહેરમાં એક બજારમાં ગોળીબાર યો, જેમાં 21 લોકોનાં મોત થયા હતા. સુદાનની સરકારે ત્યાંની આરએસએફ પર ટાર્ગેટ કરવાનો આરોપ મૂક્યો છે.
સુદાનના ગામમાં થયો હતો ગોળીબાર
આ અગાઉ ચાલુ વર્ષે સુદાનમાં આવેલા અબેઈ ગામમાં 52 લોકોનાં મોત થતા ચકચાર મચી હતી. ગામમાં આવેલા બંદૂકધારીઓ અને ગ્રામીણો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન 64 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આની જાણકારી અબેઈના સૂચના મંત્રીએ આપી હતી. ઉલ્લેખનીય છે કે, બંદૂકધારીઓએ ગામમાં હુમલો કર્યો હતો, જેમાં 52 લોકોનાં જીવ ગયા હતા.