• નેપાળ-ચીન વચ્ચે સંબંધો સુધારવા અનેક પ્રયત્ન કરાયા
  • પ્રચંડ અને શી જિનપિંગ વચ્ચે ઉચ્ચ-સ્તરીય બેઠક થઇ
  • વ્યાપાર-ધંધા અને વિકાસલક્ષી મુદ્દાઓ પર થઇ ચર્ચા

નેપાળના PM પુષ્પ કમલ દહલ પ્રચંડ ચીનના પ્રવાસ બાદ પરત નેપાળ પહોંચ્યા છે. ચીનના પ્રવાસ પરથી પરત ફર્યા બાદ પ્રચંડે કહ્યું હતું કે ચીનની મુલાકાતે કાઠમંડુ અને બેઇજિંગ વચ્ચે વિશ્વાસમય વાતાવરણ બનાવ્યું છે.

પ્રચંડના નેતૃત્વમાં ચીનમાં નેપાળી પ્રતિનિધિમંડળ શનિવારે બપોરે ચેંગડુ શહેરથી કાઠમંડુ પરત ફર્યું હતું. નેપાળના PM પુષ્પ કમલ દહલ 'પ્રચંડ'એ શનિવારે કહ્યું હતું કે ચીનની મુલાકાત કરવાથી કાઠમંડુ-બેઇજિંગ વચ્ચે એક વિશ્વાસમય સંબંધ મજબૂત થયો છે. બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોને વધારવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચીનથી પરત ફર્યા બાદ કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર પ્રચંડે વધુમાં જણાવ્યું હતું કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને તેમના ચીની સમકક્ષ લી કેકિયાંગ સાથેની તેમની વાતચીતથી નેપાળ-ચીન સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવામાં મદદ મળશે.

નેપાળના PM અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ઉચ્ચ-સ્તરીય બેઠકો કરી હતી. આ બેઠકને લઇ પ્રચંડે કહ્યું હતું કે, ચીનના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને ખાતરી આપી હતી કે નેપાળ સાથે અગાઉ કરવામાં આવેલા કરારોને ઝડપથી લાગુ કરવામાં આવશે. ચીનના અધિકારીઓ નેપાળ અને ચીન વચ્ચેના તમામ વેપાર માર્ગો ફરીથી ખોલવા સંમત થયા હતા, જે કોરોના કાળ દરમિયાન બંધ થઈ ગયા હતા. 

પ્રચંડ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા 23 સપ્ટેમ્બરે કાઠમંડુથી ન્યૂયોર્ક જવા રવાના થયા હતા. પાળના PM પુષ્પ કમલ દહલ પ્રચંડે જણાવ્યું હતું કે પોખરા એરપોર્ટના નિયમિત સંચાલન અંગે ચીની અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે કેટલીક તૈયારીઓ બાદ પોખરાથી ચીનના ચેંગડુ શહેર માટે સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવશે.  

  • Follow us on: