• માલદીવમાં રાષ્ટ્રપતિની ચૂંટણીના નિર્ણાયક રાઉન્ડ શરૂ
  • રવિવારે  રાષ્ટ્રપતિની ચૂંટણીનું આવી શકે છે પરિણામ
  • 2018માં સોલિહ પ્રથમ વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા

માલદીવમાં રાષ્ટ્રપતિની ચૂંટણીના નિર્ણાયક રાઉન્ડ માટે શનિવારે લોકો મતદાન કરી રહ્યા છે. આ એક એવી ચૂંટણી છે જેમાં વિદેશ નીતિ સંબંધિત મુદ્દાઓ સ્થાનિક કરતાં વધુ વર્ચસ્વ ધરાવે છે. વાસ્તવમાં, આ ચૂંટણીને એક જનમત તરીકે જોવામાં આવી રહી છે કે દેશમાં કઈ પ્રાદેશિક શક્તિ ભારત કે ચીનનો પ્રભાવ વધુ રહેશે.

પ્રથમ તબક્કમાં શું હતી સ્થિતિ?

હિન્દ મહાસાગરમાં 1,200 કોરલ ટાપુઓથી બનેલું છે અને પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના મુખ્ય શિપિંગ માર્ગ પર આવેલું માલદીવમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં યોજાયેલા રાષ્ટ્રપતિ પદ માટેના પ્રથમ તબક્કાના મતદાનમાં મુખ્ય વિપક્ષી ઉમેદવાર મોહમ્મદ મુઈઝ કે વર્તમાન રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહમાંથી કોઈ પણ 50 ટકાથી વધુ મત મેળવી શક્યા નહોતા, ત્યારબાદ નિર્ણાયક રાઉન્ડનું મતદાન થઈ રહ્યું છે. સોલિહ 2018 માં પ્રથમ વખત પ્રમુખ તરીકે ચૂંટાયા હતા, બીજી મુદત માટે ચાલી રહ્યા હતા .

સોલિહ બીજા તબક્કા માટે ફરીથી ચૂંટણીની માંગ કરી રહ્યો છે અને મુઇઝ પર આરોપ છે કે, ભારતને દેશમાં અનિયંત્રિત હાજરીની મંજૂરી આપી છે. મુઇઝની પાર્ટી પીપલ્સ નેશનલ કોંગ્રેસને ચીનની તરફેણમાં હોવાનો દાવો કરવામાં આવે છે. તો આ બાજૂ મુઇઝે વચન આપ્યું છે કે, જો તે ચૂંટણી જીતશે તો માલદીવમાં હાજર ભારતીય સૈનિકોને પરત મોકલી દેશે અને માલદીવમાં વેપાર-ધંધાને લગતા તમામ સંબંધોને સંતુલિત કરશે. જોકે હાલમાં વેપાર સંબંધી તમામ પ્રવૃતિ ભારત તરફેણમાં થઇ રહી છે.

મુઈઝને પહેલા તબક્કામાં 46 ટકાથી વધુ મત મળ્યા 

પહેલા તબક્કામાં 46 ટકાથી વધુ વોટ મળ્યા હતા જ્યારે સોલિહને 39 ટકા વોટ મળ્યા હતા. નિર્ણાયક રાઉન્ડમાં 2,82,000 થી વધુ લોકો મતદાન કરવા પાત્ર છે અને રવિવારે પરિણામોની અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ તરીકેના પોતાના કાર્યકાળ 2013થી 2018 દરમિયાન પીપલ્સ નેશનલ કોંગ્રેસના નેતા અબ્દુલ્લા યામીને માલદીવને ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટીવનો હિસ્સો બનાવ્યો હતો. આ પહેલનો હેતુ સમગ્ર આફ્રિકા અને યુરોપ અને એશિયામાં વેપાર અને ચીનના પ્રભાવને વિસ્તારવા માટે રેલવે, બંદરો અને ધોરીમાર્ગોનું નિર્માણ કરવાનો છે. 

  • Follow us on: