- યુઈએમાં નિર્મિત હિંદુ મંદિર સંપૂર્ણ બનીને તૈયાર થઈ ગયું
- ભારતના વડાપ્રધાન 14 ફેબ્રુઆરીએ ભાવિકો માટે મંદિર ખુલ્લુ મુકશે
- અબુ ધાબીમાં બનેલું આ દેશનું પ્રથમ અને સૌથી મોટું હિન્દુ મંદિર છે
ગત 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાઈ ગયો. હવે આ મહિને UAEમાં વધુ એક ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ મંદિર હવે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગુરુવારે પ્રથમ વખત આ મંદિરની તસવીર સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. જે જોવામાં ખૂબ જ સુંદર છે. ઘણા મુસ્લિમ દેશોની રાજધાની, સંયુક્ત આરબ અમીરાત (UAE) અબુ ધાબીમાં બનેલું આ દેશનું પ્રથમ અને સૌથી મોટું હિન્દુ મંદિર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મંદિરનું ઉદ્ઘાટન કરવા યુએઈ જશે. PM નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીએ આ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ મંદિરનું નામ BAPS હિન્દુ મંદિર છે, જેનું નિર્માણ BAPS સંસ્થાના નેતૃત્વમાં કરવામાં આવ્યું છે. આ મંદિર 27 એકર જમીન પર બનેલું છે. જે UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન દ્વારા દાનમાં આપવામાં આવ્યું છે. આ મંદિરમાં 7 શિખરો છે જે UAEના સાત અમીરાતનું પ્રતિનિધિત્વ કરે છે. આ મંદિરમાં સ્વામિનારાયણ, રામ, સીતા, કૃષ્ણ અને અયપ્પન સહિત ભારતના વિવિધ ભાગોનું પ્રતિનિધિત્વ કરતા હિન્દુ દેવતાઓની સ્થાપના કરવામાં આવશે. આ મંદિરનું નિર્માણ રૂ. 700 કરોડના ખર્ચે થઈ રહ્યું છે અને તેમાં ગુલાબી સેંડસ્ટોન અને આરસપહાણથી બનેલા 2 ગુંબજ છે. આ મંદિર રાજસ્થાન અને ગુજરાતના બે હજારથી વધુ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.













