- વીજળીના ભાવ મુદ્દે POKમાં લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન
- 56 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે મળી રહી છે વીજળી
- પ્રદર્શનકારીઓને રોકવા પોલીસે કર્યો લાઠી ચાર્જ
પાકિસ્તાનમાં વીજળીના ભાવને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મોંઘવારી અંકૂશમાં ન આવતા આખરે લોકોની ધીરજ ખૂટી રહી છે. શનિવારે POKમાં લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું વિરોધ પ્રદર્શ આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા. જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં અનેક લોકોને ઇજાઓ પહોંચી હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.
વીજળીના ભાવ મુદ્દે POKમાં વિરોધ
પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલ અને સાથો સાથ ખાદ્ય-ચીજ વસ્તુંમાં ભાવ વધારાને કારણે લોકો મુશ્કેલીમાં છે. તેવામાં હવે ફરી મોંઘવારી મુદ્દે લોકો રસ્તા પર ઉતર્યા છે. મોટી સંખ્યામાં લોકો મોંઘવારીમાં લોકોને રાહત મળે આ સાથે વિજળીના ભાવ અંકૂશમાં આવે તેવી માંગ ઉઠી છે. જેમાં મુઝફ્ફરાબાદ શહેરના સ્થાનિકોએ શુક્રવારે વધતા વીજળીના દરોના વિરોધમાં વીજળીના બિલો નદીમાં ફેંકી દીધા હતા. પાકિસ્તાનમાં લોકો મોંઘવારીથી પરેશાન છે. પેટ્રોલ 350 રૂપિયાને પાર પહોંચી ગયું છે. જનતાને 56 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે વીજળી મળી રહી છે. શનિવારે મુઝફ્ફરાબાદમાં મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પોલીસનું કડક વલણ
POKમાં વીજળીના ભાવ મુદ્દે વિરોધ કરતા પોલીસે દેખાવકારોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ જ્યારે લોકો સહમત ન થયા તો પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. મળતી માહિતી મુજબ મુઝફ્ફરાબાદમાં પીપલ્સ એક્શન કમિટી 20 સપ્ટેમ્બરથી હડતાળ પર છે. શરૂઆતમાં પ્રેસ ક્લબની સામે ચોકડી પર અને બાદમાં મુખ્ય માર્ગની સામે ક્લબ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. મોટી સંખ્યામાં વીજળીના ભાવ મુદ્દે વિરોધ થતા મુઝફ્ફરાબાદના ડેપ્યુટી કમિશનરે ડ્યુટી મેજિસ્ટ્રેટ, મદદનીશ કમિશનર મુનીર અહેમદ કુરેશી અને તહસીલદાર સૈયદ ઝમીર શાહને દેખાવકારોને રોકવા માટે તમામ પગલાં લેવા સૂચના આપી હતી. તે બાદ ટોળાને દૂર કરવા માટે પોલીસે લોકો પર ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠી ચાર્જ પણ કર્યો હતો. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.