• મૉસ્કો આતંકી ઘટના બાદ મોતનો આંકડો વધ્યો
  • રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આતંકી હુમલાથી વ્યથિત
  • પુતિને હુમલાને લઈ આતંકીઓ સામે બદલો લેવાની પ્રતીજ્ઞા લઈને બેઠા છે

રશિયામાં થયેલા આતંકી હુમલામાં 144 લોકો માર્યા ગયા હતા. તેમાંથી 134 લોકોની ઓળખ કરવામાં આવી છે. બાકીના મૃતદેહોનું ડીએનએ પરીક્ષણ ચાલુ છે. આ હુમલામાં 551 લોકો ઘાયલ થયા છે. કેસની તપાસ કરી રહેલી સમિતિની પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપવામાં આવી છે. બીજી તરફ આ આતંકવાદી હુમલા બાદ દેશના રાષ્ટ્રપતિ પુતિન ખૂબ જ ચિંતિત હોવાનું કહેવાય છે.


મૉસ્કોમાં શું થયું હતું?

ગત 22 માર્ચે રશિયાની રાજધાની મૉસ્કોની પાસે એક હૉલમાં ઘુસી જઈ આતંકવાદીઓએ નિર્દોષ લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આતંકીઓએ વિસ્ફોટકોથી હૉલમાં વિસ્ફોટ પણ કર્યો. જેથી ત્યાં આગ પણ લાગી હતી. આ આતંકી હુમલાની જવાબદારી વૈશ્વિક આતંકી સંગઠન આઈએસે લીધી હતી. આઈએસે આને લઈ સોશિયલ મીડિયાની એક પોસ્ટ જાહેર કરી હતી. આ આતંકવાદી હુમલામાં કુલ 144 લોકોનાં મોત થયા હતા. તેમજ 550થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

 

તપાસ સમિતિએ શું કહ્યું

તપાસ સમિતિનું કહેવું છે કે બધા દિવસ-રાત કામ કરી રહ્યા છે. આ જઘન્ય અપરાધની આસપાસના સંજોગો અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. તપાસ સમિતિનું કહેવું છે કે આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 144 લોકોમાંથી 134ની ઓળખ કરી લેવામાં આવી છે અને બાકીના મૃતદેહોની તપાસ ચાલુ છે.

રશિયન રાષ્ટ્રપતિ પુતિન ખૂબ જ નારાજ છે

મળતી માહિતી અનુસાર, રશિયન રાષ્ટ્રપતિના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ કહ્યું કે, ક્રોકસ સિટી હૉલ પર થયેલા ઘાતક આતંકવાદી હુમલા બાદ પુતિન અત્યંત નારાજ છે. તેમણે કહ્યું કે આવી દુર્ઘટના જોઈને રાષ્ટ્રપતિનું દિલ દુ:ખે છે.

પકડાયેલા હુમલાખોરો યુક્રેન - તપાસ સમિતિ સાથે સંબંધ ધરાવે છે

તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર ચારેય શંકાસ્પદ હુમલાખોરોને પકડી લેવામાં આવ્યા છે. જ્યારે તેને મદદ કરનાર પાંચ શંકાસ્પદ લોકોની પૂછપરછ ચાલુ છે. રશિયન તપાસ સમિતિએ દાવો કર્યો હતો કે હુમલાખોરો યુક્રેન સાથે સંબંધ ધરાવે છે. આ હુમલામાં ઘાયલ લોકોની સંખ્યા 551 પર પહોંચી ગઈ છે.

  • Follow us on: