ભારતના પાડોશી દેશ એવા પાકિસ્તાનમાં ખાવા અનાજ નથી અને મોટું ભપકાદારા શાંઘાઈ સહયોગ સંગઠન એટલે કે, એસસીઓ શિખર સંમેલનનું આયોજન ગોઠવી દીધું છે. જો કે, આમાં પણ પાકિસ્તાનમાં અંદર ચાલતા પીટીઆઈ પાર્ટીના વિરોધ પ્રદર્શનો માટે પાડોશી દેશ ભારત જવાબદાર હોવાનું ઠેરવી રહ્યો છે. પાકિસ્તાનના પ્લાનિંગ મિનિસ્ટર અહસાન ઈકબાલે ભારતનું નામ લીધા વગર ભારત પર ઘણા આરોપ મૂક્યા હતા. 


 

પાકિસ્તાનમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં, ભારતનું નામ લીધા વિના, મંત્રી ઈકબાલે આરોપ લગાવ્યો કે પાકિસ્તાનનો પાડોશી દેશ SCO સંમેલનમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે પીટીઆઈપાર્ટીના વિરોધનો હેતુ પાકિસ્તાનની ખોટી છબી દુનિયા સમક્ષ રજૂ કરવાનો છે, જેના કારણે પાકિસ્તાનની બધી સિદ્ધિઓને છુપાવવાનું કાવરતું રચવામાં આવી રહ્યું છે. નિવેદન સાથે જોડાયેલો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કરાચી બ્લાસ્ટ સાથે જોડાણ

પાકિસ્તાનના આયોજન મંત્રી ઈકબાલે તાજેતરના કરાચીમાં થયેલા વિસ્ફોટો અને પીટીઆઈના વિરોધને જોડીને કહ્યું કે આ ઘટનાઓ પાકિસ્તાનના મહત્વપૂર્ણ હિતોને નબળા પાડવાના પ્રયાસનો એક ભાગ છે. તેમણે આરોપ લગાવ્યો કે આ એક સુનિયોજિત કાવતરું છે, જ્યાં આતંકવાદીઓ અને રાજકીય પ્રદર્શનોનો ઉપયોગ કરીને દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પાકિસ્તાનની રાજકીય પાર્ટી પીટીઆઈ પર આરોપ

પીટીઆઈ પર આરોપ લગાવતા ઈકબાલે કહ્યું કે, વર્ષ-2014માં આ પાર્ટીના વિરોધને કારણે ચીનના રાષ્ટ્રપતિની પાકિસ્તાનની મુલાકાતમાં વિલંબ થયો હતો. તેમણે પીટીઆઈ સમર્થકોને પક્ષના વિરોધ પ્રદર્શનો દેશના વિકાસ અને આર્થિક સુધારાના પ્રયાસોને કેવી રીતે નુકસાન પહોંચાડી રહ્યા છે તે સમજવાની અપીલ કરી હતી. તેમણે પાર્ટી પર પાકિસ્તાનની પ્રગતિમાં અવરોધ કરવાનો આરોપ લગાવ્યો હતો.


  • Follow us on: