પાડોશી દેશ એવા પાકિસ્તાનમાં કરાચીના સૌથી વ્યસ્ત એરપોર્ટ બહાર થયેલા બોમ્બ વિસ્ફોટને લઈ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, વિસ્ફોટની પ્રાથમિક તપાસમાં એવા સંકેત સામે આવ્યા છે કે આ હુમલામાં એક વિદેશી ગુપ્તચર સંસ્થાની મદદથી કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, આતંકવાદ વિરોધી વિભાગ દ્વારા કોર્ટને સોંપાયેલા રિપોર્ટમાં દાવો છે કે, પાકિસ્તાન-ચીન સંબંધોને નુકસાન પહોંચાડવાના કાવતરા હેઠળ આ હુમલો થયો હોવો જોઈએ. 

ચીનના એન્જિનિયરોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા

ગયા અઠવાડિયે રવિવારે, બલૂચ વિદ્રોહી જૂથ દ્વારા ચીની કામદારોના કાફલાને નિશાન બનાવીને કરાયેલા આત્મઘાતી હુમલામાં બે ચીની નાગરિકોનાં મોત થયા હતા અને 17 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી આ હુમલા પર અનેક સવાલો ઉભા થાય છે

ગત રવિવારે રાત્રે જિન્નાહ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક થયેલા વિસ્ફોટમાં એક શંકાસ્પદ આત્મઘાતી બોમ્બરનું પણ મોત થયું હતું. રિપોર્ટ અનુસાર, પ્રારંભિક તપાસમાં આ હુમલામાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ) સામેલ હોવાનું અને સંકેત મળ્યા છે કે આ હુમલો વિદેશી ગુપ્તચર એજન્સીની મદદથી કરવામાં આવ્યો હતો. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે એવું સૂચન કરવામાં આવ્યું હતું કે વિસ્ફોટ કરતા પહેલા એક અજાણ્યા આતંકવાદીએ ચીની નાગરિકોના કાફલા પાસે પોતાનું વાહન પાર્ક કર્યું હતું.

કરાચી એરપોર્ટ બહાર વિસ્ફોટમાં વિદેશી ગુપ્તચર સંસ્થાનો હાથ હોવાનો ખુલાસો

આ પ્રચંડ બોમ્બ વિસ્ફોટનો અવાજ સાંભળીને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ પોલીસ અને રેન્જર્સના જવાનો સહિત ઈજાગ્રસ્તોને શોધી કાઢ્યા હતા. ચીનના નાગરિકો શહેરની બહાર પોર્ટ કાસિમ ઈલેક્ટ્રિક પાવર કંપનીમાં કામ કરી રહ્યા હતા અને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના કાફલા પર હુમલો થયો હતો. આ વિસ્ફોચ બાદ કરાચીના સ્ટેશન હાઉસ ઓફિસરની દેખરેખ હેઠળ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ રિપોર્ટમાં હત્યા, હત્યાનો પ્રયાસ, હુમલો, વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ અને આતંકવાદ સહિતના અન્ય આરોપોનો સમાવેશ થાય છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, પ્રારંભિક તપાસ અહેવાલમાં પુષ્ટિ કરવામાં આવી હતી કે આ ઘટનામાં 70 થી 80 કિલોગ્રામ વિસ્ફોટકો સામેલ હતા.

બ્લાસ્ટ બાદ ચીન રોષે ભરાયું હતું

શુક્રવારે ચીને કહ્યું કે તેણે કરાચીમાં થયેલા જીવલેણ આત્મઘાતી બોમ્બ હુમલા બાદ તેને એક વર્કિંગ ગૃપ પાકિસ્તાન મોકલ્યું છે. 60 બિલિયન ડોલરના ખર્ચે ચાઈના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC)ના નેજા હેઠળ અનેક પ્રોજેક્ટ પર પાકિસ્તાનમાં હજારો ચીની કામદારો કામ કરી રહ્યા છે. ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદે આવેલ બલૂચિસ્તાન લાંબા સમયથી ચાલી રહેલા હિંસક બળવાનુ કેન્દ્ર છે. બલૂચ બખવાખોર જૂથોએ અગાઉ આ જ પ્રોજેક્ટને નિશાન બનાવીને અનેક હુમલા કર્યા છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં જ બલોચ આર્મી અલગ માતૃભૂમિ માટે લાંબા સમયથી ચાલતો બળવો લડી રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં, જૂથે કરાચીમાં વિદેશી નાગરિકોને નિશાન બનાવીને સમાન આત્મઘાતી બોમ્બ હુમલા કર્યા છે.


  • Follow us on: