ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલતા તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શનિવારે બપોરે ઈરાનના ન્યૂક્લિયર ઠેકાણાઓ સહિત ઘણી જાણીતી સંસ્થાઓ પર એકસાથે સાયબર હુમલા થયા છે. આ સાયબર હુમલા વચ્ચે ઈરાન સરકારની લગભગ તમામ સેવાઓ ઠપ થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઈરાન પર આ ઈઝરાયલનો વળતા હુમલાની દિશામાં આ પ્રથમ પગલું છે.
ઈરાનના સાયબર સ્પેસના પૂર્વ અધિકારીએ જાહેરાત કરી છે કે, કોર્ટ, ધારાસભા સહિત ઈરાનની તમામ સરકારી કચેરીઓમાં ગંભીર સાયબર એટેક અને ઈન્ફર્મેશન ચોરીનો સામનો કરવો પડયો છે.
આટલું જ નહીં સાયબર હુમલામાં ઈરાનના પરમાણુ કેન્દ્રોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઈઝરાયલે પહેલી ઑક્ટોબરે ઈરાનના મિસાઈલ હુમલાનો બદલો લેવાની જાહેરાત કરી હતી.
મળતી માહિતી અનુસાર, ઈરાનના એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, "અમારા પરમાણુ પ્લાન્ટ તેમજ ઈંધણ વિતરણ, મ્યુનિસિપલ સેવાઓ, પરિવહન અને બંદરો જેવા જટિલ નેટવર્ક પર પણ સાયબર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાઓ દેશભરમાં ફેલાયેલા ઘણા વિસ્તારોનો માત્ર એક નાનો ભાગ છે."
ઈઝરાયલે ચેતવણી આપી હતી
આ પહેલા ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ બુધવારે ચેતવણી આપી હતી કે તાજેતરના ઈરાની મિસાઈલ હુમલાનો ચોક્કસ જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યું કે તેમના દેશનો બદલો "ઘાતક" અને "આશ્ચર્યજનક" હશે. તમને જણાવી દઈએ કે ઉત્તરી ગાઝા બાદ હવે ઈઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહ લડવૈયાઓ વિરુદ્ધ જમીની હુમલો કર્યો છે.
ઈરાનના દરેક સેક્ટર પર હુમલો કરવામાં આવ્યો
ગત પહેલી ઑક્ટોબરે ઈરાને ઈઝરાયલ ઉપર 180 મિસાઈલો ઝીંકીને હુમલો કર્યો હતો ત્યારબાદ ઈઝરા.લે ઈરાનને આખરો જવાબ આપવાની જાહેરાત કરી છે. ત્યારથી જ વિશ્વમાં ઈઝરાયલ વળતો પ્રહાર કરશે તેને લઈ ડરી ગઈ છે. કારણ કે, ઈઝરાયલે ઈરાન પર સીધો હુમલો મિડલ ઈસ્ટમાં યુદ્ધના મંડાણ કરાવશે. પરંતુ મોટી વાત તો એ છે કે, ઈઝરાયલ તરફથી ઈરાનના હુમલાના આટલા દિવસે પછી પણ માત્ર ધમકીઓ જ અપાઈ રહી છે. ઈઝરાયલ ઈરાનને કહી રહ્યું છે કે તે એવો તો હુમલો કરશે કે તે યાર રાખશે. પરંતુ સવાલ એ છે કે આ હુમલો કેવો હશે? છેલ્લે ઈઝરાયલને વળાવ આપવામાં વિલંબ શા માટે થઈ રહ્યો છે ?