બ્રિટનમાં રહેતા અને ભારતીય મૂળના રૅસ્ટોરન્ટ મેનેજરની હત્યા કરવાના ગુનામાં એક પાકિસ્તાની નાગરિકને જનમટીપની સજા અહીંની સ્થાનિક કોર્ટે ફટકારી છે. જેથી મૃતક ભારતીય વ્યકિતના પરિવારે ન્યાય મળ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો. બ્રિટનની કોર્ટે પાકિસ્તાની મૂળના 25 વર્ષીય આરોપીને આજીવન સજા ફટકારવાનો આદેશ આપ્યો છે.



ફેબ્રુઆરીમાં ભારતીયની હત્યા થઈ

આ ઘટના આ વર્ષે 14 ફેબ્રુઆરીએ એટલે કે વેલેન્ટાઈ-ડેની છે. દક્ષિણ-પૂર્વ ઇંગ્લેન્ડના રીડિંગમાં બની હતી, જ્યારે રૅસ્ટોરન્ટ મેનેજર સાઇકલ પર ઘરે પરત ફરતી વખતે કારે ટક્કર મારી હતી, જેમાં તેનું મોત થયું હતું. આ ઘટનામાં પાકિસ્તાની નાગરિક શજેબ ખાલિદ આરોપી હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી બ્રિટિશ પોલીસે તેની ધરપકડ કરી હતી. રીડિંગ ક્રાઉન કોર્ટમાં ટ્રાયલ બાદ પાકિસ્તાની નાગરિકને ગયા મહિને ભારતીય મૂળના 36 વર્ષીય વિગ્નેશ પટ્ટાભિરામનની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને આ સપ્તાહની શરૂઆતમાં સજા કરવામાં આવી હતી.

પાકિસ્તાનીને મળેલી સજાથી તપાસ અધિકારી ખુશ

ભારતીય મૂળના નાગરિકની કાર સાથે ટક્કર મારીને હત્યા કરનાર પાકિસ્તાનીને આજીવન કેદની સજાથી તપાસ અધિકારીઓ પણ ખુશ જણાય છે. બ્રિટન પોલીસના એક અધિકારીએ કહ્યું: “ખાલિદને આપવામાં આવેલી લાંબી સજાથી હું ખુશ છું. તેનું કૃત્ય ખરેખર ધિક્કારપાત્ર છે.


  • Follow us on: