- ભારતીય નેવી જહાજ મુક્ત કરાવવાના ઓપરેશનમાં જોડાયું
- સોમાલિયાના તટ તરફ યુદ્ધ જહાજ-ચેન્નઈ રવાના કરાયું
- ભારતીય સભ્યો જહાજ પર હોવાથી સરકારની સ્થિતિ પર નજર
સોમાલિયા તટ પર એક 'એમવી લીલા નૉરફૉક' નામનું જહાજ હાઈજૅક થયું છે. આ અપહરણ કરાયેલા જહાજ પર લાયબેરિયાના ઝંડાવાળા જહાજના ચાલક દળમાં કુલ 15 ભારતીયોનો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. ગત રોજ સોમાલિયામાં આ જહાજ હાઈજૅક કરી લેવામાં આવ્યું છે. બાદમાં ભારતીય નેવી દ્વારા જહાજના સભ્યોની સાથે વાતચીત શરૂ કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. મરિન ટ્રાફિકના જણાવ્યા પ્રમાણે આ જહાજ બ્રાઝિલથી બહેરિન જઈ રહ્યું હતું. જહાજને કયા સંગઠને અપહરણ કર્યું તે અંગેની હજી સત્તાવાર માહિતી સામે આવી નથી. જો કે હાઈજૅક થયેલા જહાજ પર તમામ સભ્યો સલામત હોવાનું પણ સામે આવ્યું છે. છેલ્લે 30 ડિસેમ્બરે આ અપહ્યત જહાજનો સંપર્ક થયો હતો. સોમાલિયાના તટ અને એની આસપાસ જહાજ અપહરણની ઘટનાઓ વારંવાર બનતી હોય છે.
ભારતીય યુદ્ધ જહાજ આઈએનએસ-ચેન્નઈ રવાના કરાયું













