મંગળવારે, સ્પેનના દક્ષિણ અને પૂર્વીય વિસ્તારોમાં વરસાદે વિનાશ વેર્યો હતો. ચારેબાજુ કાદવ-કીચડની સ્થિતિ સર્જાઈ છે. પોલીસ અને બચાવ ટીમ બચાવ માટે હેલિકોપ્ટરની મદદ લઈ રહી છે. પૂર એટલું ગંભીર છે કે લોકો સતત મૃત્યુ પામી રહ્યા છે. અહેવાલો અનુસાર, પૂરના કારણે અત્યાર સુધીમાં 150થી વધુ લોકોનાં મોત થઈ ચુક્યા છે. બધી જગ્યાએ કાદવ-કાદવ જામી ગયો છે જેના કારણે બચાવમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 


 

સ્પેનમાં 155 લોકોનાં મોત થયા

મળતી માહિતી અનુસાર, સ્પેનમાં આ દુર્ઘટનામાં 155 લોકોનાં મોત થયા છે. દેશના પૂર્વીય અને દક્ષિણી પ્રદેશોમાં આ મોસમમાં વારંવાર વરસાદ પડે છે, પરંતુ વેલેન્સિયાના 28 વર્ષના ઇતિહાસમાં આ સૌથી ભારે વરસાદ હતો. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો ભોંયરામાં અને નીચેના માળમાં ફસાયા હતા. સૌથી વધુ મૃત્યુ પણ વેલેન્સિયામાં થયા છે. અહીં 50 લાખ (50 લાખ)થી વધુ લોકો રહે છે.

   

તમામ સેવાઓ સંપૂર્ણપણે બંધ

પૂર બાદ લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. મેડ્રિડ અને વેલેન્સિયા વચ્ચેની ટ્રેન સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે. આ સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં અન્ય જાહેર સેવાઓ પણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ગુરુવારે વેલેન્સિયામાં શાળાઓ, સંગ્રહાલયો અને સાર્વજનિક પુસ્તકાલયો બંધ હતા.

 

પૂરને લઈ સ્પેનમાં ત્રણ દિવસનો સત્તાવાર શોક

સ્પેનના વડાપ્રધાને પણ પીડિતો માટે ગુરુવારથી ત્રણ દિવસનો સત્તાવાર શોક જાહેર કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા તેણે લખ્યું કે 'DANA ચાલુ છે, કૃપા કરીને ઈમરજન્સી સેવાઓની ભલામણો પર ધ્યાન આપો. અત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે દરેક વ્યક્તિને બચાવવો.' તેમણે આગળ લખ્યું કે 'સ્પેન સરકાર પીડિતો અને તેમના પરિવારોની સાથે છે.'


  • Follow us on: