એક કલ્પના કરો એવી એક બીમારી વિશે જેમાં લોકો લસણ ખાવાથી અંતર બનાવી લે. લસણનું નામ સાંભળતા જ તેઓના શરીરમાં ભયનું લખલખું પસાર થઈ જતું હોય છે. આવી જ એક બીમારી છે વેમ્પાયર ડિસિઝ, જેના લક્ષણ વિચિત્ર હોય છે. આને વેમ્પાયર ડિસિઝ એટલે પણ કહેવામાં આવે છે કારણ કે, આની સમસ્યાથી ઝઝૂમતી વ્યકિત વેમ્પાયરોની સ્ટોરીને યાદ અપાવે છે.
દુર્લભ બીમારીથી પીડાતુ પરિણીત યુવતી
મળતી માહિતી અનુસાર, એક વિચિત્ર અને દુર્લભ બીમારીથી ઝઝૂમતી પરિણીત યુવતીની સ્ટોરી છે. જે પીડાદાયક અને ડરામણી પણ છે. 32 વર્ષની ફિનિક્સ નાઈટિંગલ અમેરિકાના મિનેસોટામાં રહે છે. તેને એક દુર્લભ બીમારી એકયુટ ઈન્ટર મિટેંટ પોરફિરિયા છે, જેને વેમ્પાયર ડિસિઝ પણ કહેવામાં આવે છે. પોતાની જિંદગીની આ વિચિત્ર બીમારી વિશે વાત કરે છે. આ યુવતી વર્ષોથી આ બીમારીથી પીડાઈ રહી છે. લોકો આને વેમ્પાયરની સાથે પણ સાંકળી દેતા હોય છે. આની પાછળ એક સ્ટોરી એવી છે કે વેમ્પાયર લસણ જોતા ડરવા લાગે છે આવી જ સ્થિતિ આ યુવતીની છે. તેની સ્ટોરી પણ વેમ્પાયર જેવી જ છે. લસણ આ યુવતી માટે ઝેર છે. જો ભૂલથી પણ લસણ ખાઈ લેતો જીવ જઈ શકે છે.
આના હુમલાની પીડા લેબર પેઈન કરતાં વધુ ખતરનાક
મળતી માહિતી અનુસાર, આ ફિનિક્સ નાઈટિંગલ નામની યુવતીને 480થી વધુ ખતરનાક હુમલા આવી ચુક્યા છે. સૌથી મોટી સમસ્યા એ છે કે આ હુમલા ગમે ત્યારે ગમે ત્યાં આવી શકે છે. આ હુમલા એટલા પીડાદાયક હોય છે કે આને સહન કરવા મુશ્કેલ હોય છે. એકવાર તો આ હુમલો 40 કલાક સુધી ચાલ્યો, જેમાં સતત ઊલ્ટીઓ અને બેભાન થતી રહી. આ યુવતીએ બે બાળકોને જન્મ પણ આપ્યો છે. લેબર પેઈન પણ સહ્યું છે. પરંતુ આ હુમલા દરમ્યાન જે પીડા થતી હોય છે તે આના કરતાં વધુ હોય છે.
રૅસ્ટોરન્ટમાં ડિનર એક પડકાર બની ગયું છે
ફિનિક્સ નામની પરિણીત યુવતીની આ સ્ટોરી છે. જેને એક વિચિત્ર બીમારી છે. આ પરિણીતા માટે લસણ એક ઝેર સમાન બની ગયું છે. જેથી તેના માટે બહારનું ખાવું એ મુશ્કેલ અનુભવ છે, કારણ કે લસણ સામાન્ય રીતે દરેક અન્ય વાનગીમાં હાજર હોય છે. જ્યારે આ યુવતીને રાત્રિભોજન માટે બહાર જાય તો તે મેનૂને જોઈને રીતસરની રડી પડે છે. એને ખબર નથી કે, એ શું ખાઈ શકશે. લાલ દ્રાક્ષ, સોયા, આલ્કોહોલ અને કોફી પણ તેમના માટે સંપૂર્ણપણે પ્રતિબંધિત છે, કારણ કે તેમાં સલ્ફર પણ હોય છે, જે તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
આ પરિણીત યુવતીએ કહ્યું કે તેનું સાચું નિદાન કરવામાં 31 વર્ષ લાગ્યા. હવે તે ઈચ્છે છે કે આવા રહસ્યમય કેસના દર્દીઓ માટે મેડિકલ સિસ્ટમમાં ફેરફાર થવો જોઈએ જેથી કરીને તેનાથી પીડિત લોકોને યોગ્ય સારવાર મળી શકે. સમાજે તેમને વેમ્પાયર કે પાગલ ન કહેવા જોઈએ.
વેમ્પાયર ડિસિઝ શું છે?
વેમ્પાયર ડિસિઝ જેને એકયુટ ઈન્ટરમિટેડ પોરફિરિયા પણ કહેવામાં આવે છે. આ એક દુર્લભ મેટાબોલિક ડિસઓર્ડર છે. આમાં શરીરમાં સલ્ફરનું પ્રમાણ વધી જવાથી તેજ દર્દ, માઈગ્રેન અને બીજા ગંભીર લક્ષણો થઈ શકે છે. લસણ જેવી ચીજો ખાવી જીવલેણ અટેકનો ખતરો રહે છે. આનું કારણ છે લસણમાં વધારે પ્રમાણમાં સલ્ફર જોવા મળે છે. જે આ બીમારી ધરાવતા દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.













