- નિખિલ ગુપ્તાનું ગુજરાત કનેક્શન ખૂલતા ખળભળાટ
- ગુજરાતનો કેસ બરતરફ કરવાની ખાતરી આપ્યા બાદ ષડયંત્ર માટે સંમત થયા
- શીખ અલગતાવાદીની હત્યાનું કાવતરું ઘડનાર ભારતીય નાગરિકે સંડોવણી સ્વીકારી
અમેરિકામાં ફેડરલ પ્રોસિક્યુટર્સે આક્ષેપ કર્યો હતો કે, અમેરિકામાં એક શીખ અલગતાવાદીની હત્યાનું કાવતરું ઘડનાર ભારતીય નાગરિકે ગુજરાતમાં તેની સામેનો ફોજદારી કેસ કાઢી નાખવામાં આવશે તેવી ખાતરી આપ્યા બાદ કાવતરામાં તેની સંડોવણી સ્વીકારી હતી.
બુધવાર (29 નવેમ્બર)ના રોજ યુએસ કોર્ટમાં જારી કરાયેલા પ્રોસિક્યુશનની ચાર્જશીટ અનુસાર, નિખિલ ગુપ્તા (52) પર ન્યૂયોર્ક સિટીમાં એક અમેરિકન નાગરિકની હત્યાના નિષ્ફળ કાવતરામાં સામેલ હોવાનો આરોપ છે.
અમેરિકન નાગરિકનું નામ જાહેર કરાયું નથી
જેમાં અમેરિકન નાગરિકની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું તે બહાર આવ્યું નથી. જોકે, અહેવાલ અનુસાર, ગયા અઠવાડિયે સમાચાર જાહેર કર્યા હતા કે યુએસ સત્તાવાળાઓએ પ્રતિબંધિત સંગઠન 'શિખ્સ ફોર જસ્ટિસ'ના ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું અને ભારત સરકાર આ કાવતરામાં સામેલ હતી. તેને આશંકાઓ વિશે ચેતવણી આપી હતી.
'કેસ બરતરફ કરવાની ખાતરી આપ્યા બાદ ષડયંત્ર માટે સંમત થયા'
ફરિયાદ પક્ષે ટ્રાયલમાં વર્ણવ્યું હતું કે ગુજરાતમાં તેની સામે નોંધાયેલ ફોજદારી કેસ કાઢી નાખવામાં આવશે તેવી ખાતરી આપ્યા બાદ ગુપ્તા કેવી રીતે ષડયંત્ર માટે સંમત થયો હતો.
ષડયંત્ર રચ્યું!
CC-1 અને ગુપ્તા વચ્ચે મે 2023માં અથવા તેની આસપાસ શરૂ થયેલા ટેલિફોન અને ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહારમાં CC-1એ ગુપ્તાને પીડિતાની હત્યા કરવા માટે CC-1ની મદદના બદલામાં ભારતમાં તેની સામેના ફોજદારી કેસને બરતરફ કરાવવાની વ્યવસ્થા કરવા માટે પૂછવામાં આવ્યું હતું. ગુપ્તા હત્યાનું કાવતરું ઘડવા સંમત થયા હતા. ત્યાર બાદ ગુપ્તા ષડયંત્રને અમલમાં મૂકવા માટે નવી દિલ્હીમાં સીસી-1ને વ્યક્તિગત રીતે મળ્યા હતા.
ફરિયાદીઓએ દાવો કર્યો છે કે CC-1 એ 'ભારતીય સરકારી કર્મચારી' છે જેણે અમેરિકાની ધરતી પર હત્યાને અંજામ આપવા માટે ભારતમાંથી કાવતરું ઘડ્યું હતું.
નિખિલ ગુપ્તાની અમેરિકાની વિનંતી પર ચેક રિપબ્લિકમાં ધરપકડ
ગુપ્તાને 'આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કર' જાહેર કરવામાં આવ્યો છે અને ષડયંત્રમાં તેની સંડોવણી બદલ જુન 2023માં યુએસની વિનંતી પર ચેક રિપબ્લિકમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
કોણ છે નિખિલ ગુપ્તા?
અમેરિકી ન્યાય વિભાગની પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે 52 વર્ષીય નિખિલ ગુપ્તા એક ભારતીય નાગરિક છે. અમેરિકા અને ચેક રિપબ્લિક વચ્ચે દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ હેઠળ આ વર્ષે 30 જૂને ચેક રિપબ્લિકના અધિકારીઓ દ્વારા ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી. એક કથિત ભારતીય સરકારી કર્મચારી જેનું નામ દસ્તાવેજમાં નથી પરંતુ તેને CC-1 તરીકે સંબોધિત કરાયો છે. એવું કહેવાય છે કે CC-1 નિખિલ ગુપ્તા સહિત અન્ય લોકો સાથે ભારતમાં અને અન્ય સ્થળોએ અમેરિકાની ધરતી પર વકીલ અને રાજકીય કાર્યકરની હત્યાનું કાવતરું ઘડવાનું કામ કરી રહ્યો હતો. દસ્તાવેજમાં CC-1ને સુરક્ષા અને ગુપ્તચર વિભાગ સાથે સંકળાયેલી વ્યક્તિ હોવાનું વર્ણવવામાં આવ્યું છે.













