- હમાસના હુમલામાં 9 અમેરિકી નાગરિકોના મોતને ભેટ્યા
- અત્યાર સુધીમાં 1200થી વધુ લોકોના મોત
- અમેરિકી જહાજો-યુદ્ધ વિમાનો તૈનાત કરવાનો આપ્યા આદેશ
ઈઝરાયેલ-પેલેસ્ટાઈનના યુદ્ધમાં ભારે વિનાશ વેતર્યો છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. હમાસના હુમલા બાદ ઈઝરાયેલ પણ આક્રમક જવાબ આપી રહ્યું છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા હમાસના હુમલામાં 9 અમેરિકી નાગરિકોના મોત થયાની પુષ્ટી કરી છે. બંને દેશો વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 1200થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 4000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ ઈઝરાયેલ-પેલેસ્ટાઈનના યુદ્ધ વચ્ચે નાગરિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. પગપગ પર મોત દેખાતું આ યુદ્ધ અટકવાનું નામ જ નથી લઇ રહ્યો તેવામાં અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા હમાસના હુમલામાં 9 અમેરિકી નાગરિકોના મોત થયાની પુષ્ટી કરી છે. બંને દેશો વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 1200થી વધુ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 4000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હુમલાખોરોએ ઘણા ઈઝરાયેલી નાગરિકોને પણ બંધક બનાવ્યા છે. ઈઝરાયેલમાં જ્યાં જુઓ ત્યાં અફરાતફરી જોવા મળી રહી છે. અમેરિકી અધિકારીઓએ ઘણા લોકોના મોત થયાના તેમજ ઘણાને બંધક બનાવાયા હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે.













