• નિજ્જરની હત્યાકાંડ મુદ્દે ભારત-કેનેડા વચ્ચે વિવાદ
  • કેનેડામાં ભારતીય રાજદૂતે વિવાદ પર કર્યા પ્રહાર
  • તપાસ વિના આરોપ લગાવાનું બંધ કરો: ભારતીય રાજદૂત

કેનેડામાં ભારતીય રાજદૂતે હરદીપ સિંહ નિજ્જરની હત્યાકાંડ મુદ્દે ભારત પર આરોપ લગાવતા કેનેડાને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય રાજદૂતે કહ્યું હતું કે, કેનેડા તપાસ વિના ભારત પર આરોપ લગાવે છે. 

કેનેડામાં ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ આ અંગે સખત વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા આપવામાં આવેલા દરેક પુરાવા પર ગંભીરતાથી વિચાર કરશે. તેમણે કહ્યું કે ભારતે આ હત્યા કેસમાં સહયોગનો ઇનકાર કર્યો નથી. ભારત હંમેશા કહે છે કે જો તમારી પાસે કોઈ નક્કર પુરાવા હોય તો અમને આપો. તેમણે કેનેડાના આરોપો પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પૂછ્યું કે શું આને જ અહીં તેણે કેનેડાને તેના આરોપોને સમર્થન આપવા પુરાવા આપવા કહ્યું.

કેનેડાની એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા પશ્ન ઉઠ્યો હતો કે, જો નિજ્જરની હત્યામાં ભારતનો કોઈ હાથ નથી તો તે તપાસથી કેમ ભાગી રહ્યો છે. તેના પર સંજય કુમારે કહ્યું કે ભારત ક્યારેય ભાગ્યું નથી. કેનેડા દ્વારા તપાસ કર્યા વિના જ ભારતને દોષિત ઠેરવ્યો છે. જેથી PM ટૂડોના આરોપો પાયાવિહોણા છે તેવું સાબિત થશે.

બંને દેશો વચ્ચે તણાવનું કારણ શું છે?

તમને જણાવી દઈએ કે કેનેડાના આરોપો બાદ ભારત અને કેનેડાના સંબંધો વધુ વણસી ગયા છે. તેની શરૂઆત ત્યારે થઈ જ્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો કે કેનેડાની ધરતી પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. ભારતે કેનેડાના આરોપોને ફગાવી દીધા હતા અને તેમને ખોટા ગણાવ્યા હતા. આ પછી કેનેડાએ એક વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને દેશ છોડવાનું કહ્યું. ભારતે પણ તત્કાલીન પગલાં લીધા અને કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢ્યા. ભારતે કેનેડાની વિઝા સેવાઓ પણ રદ કરી છે અને તેના 41 રાજદ્વારીઓને દેશ છોડવા કહ્યું છે. 18 જૂનના રોજ હરદીપ સિંહ નિજ્જરની કેનેડાના સરેમાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

  • Follow us on: