• ઇઝરાયલી સંરક્ષણ દળે પણ હમાસના હુમલા પર ઈરાનને ચેતવણી આપી
  • ઇઝરાયેલ પરના હમાસના હુમલાની તુલના અમેરિકામાં 9/11ના હુમલા સાથે કરી
  • ઈરાને આ યુદ્ધમાં સામેલ થવાની ભૂલ ન કરવી જોઈએઃ ઈઝરાયેલ

હમાસ દ્વારા ઈઝરાયેલ પર હુમલા બાદ બંને દેશો વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયું છે. હજારો રોકેટ હુમલાઓના જવાબમાં ઈઝરાયેલે પણ ઝડપી બોમ્બમારો શરૂ કરી દીધો છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)ના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ રિચાર્ડ હેચટે રવિવારે ઇઝરાયેલ પરના હમાસના હુમલાની તુલના અમેરિકામાં 9/11ના હુમલા સાથે કરી હતી.

લેફ્ટનન્ટ કર્નલ રિચર્ડ હેચટે કહ્યું હતું કે હમાસના આ હુમલાની શૈલી બર્બર છે. એક રીતે જોઈએ તો આ આપણો 9/11 છે. હમાસે જમીન, હવાઈ અને દરિયાઈ માર્ગે અમારા પર હુમલો કર્યો અને આ હુમલાઓ સેના પર નહીં પરંતુ નાગરિકો પર છે. તેમણે કહ્યું હતું કે મારા ઘણા સાથીદારો પણ તેનાથી પ્રભાવિત છે ઘણા સૈનિકો પણ માર્યા ગયા છે. ઇઝરાયેલના સંરક્ષણ પ્રવક્તાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદા અને ઇસ્લામ વિરુદ્ધ પણ છે. તેમણે કહ્યું હતું કે ઈઝરાયેલ આ હુમલાના જવાબમાં કાર્યવાહી કરશે.

ઈરાને સામેલ થવાની ભૂલ ન કરવી જોઈએઃ ઈઝરાયેલ

તેમણે કહ્યું હતું કે આ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદા અને ઈસ્લામ વિરુદ્ધ પણ છે. લેફ્ટનન્ટ કર્નલ રિચર્ડ હેચે કહ્યું હતું કે હિઝબુલ અને ઈરાને આમાં સામેલ થવાની ભૂલ ન કરવી જોઈએ. અમે તૈયાર છીએ, અમે મજબૂત ઊભા છીએ અને આના પર કાબુ મેળવીશું. તેમણે દેશની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું હતું કે હમાસ જમીન, હવા અને સમુદ્ર દ્વારા હુમલા કરી રહ્યું છે.

હેચટે કહ્યું હતું કે અમે ઘણા વર્ષોથી હમાસ વિશે વાત કરી રહ્યા છીએ કે તેઓ કોણ છે અને તેઓ શું ઈચ્છે છે. પરંતુ તેઓએ આપણા દેશના વિનાશ માટે આપણા પર હુમલો કર્યો છે. એટલું જ નહીં, આ હુમલો સેના પર ન હતો પરંતુ આતંકવાદીઓએ નાગરિકોને નિશાન બનાવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા.

ઇઝરાયેલ એરફોર્સે ગાઝા પટ્ટી પર હુમલો કર્યો

હુમલા અંગે માહિતી આપતા ઈઝરાયેલ એરફોર્સ (IAF)એ કહ્યું હતું કે ડઝનબંધ યુદ્ધ વિમાનો હવે ગાઝા પટ્ટી પર હુમલો કરી રહ્યા છે. વાયુસેનાએ હાલમાં ડઝનેક ફાઈટર પ્લેનનો ઉપયોગ કરીને ગાઝા પટ્ટીમાં શક્તિશાળી હવાઈ હુમલો કર્યો હતો. IDF બીટ હેનોનમાં વાડની નજીકના વિસ્તારોમાં લક્ષ્યો પર હુમલો કરી રહ્યું છે જેનો ઉપયોગ આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઇઝરાયેલ રાજ્ય સામે હુમલા કરવા માટે કરવામાં આવે છે. IDF આતંકવાદી સંગઠન હમાસ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે.

લશ્કરી કાર્યવાહી કરવાનો નિર્ણય

IAFની અગાઉની પોસ્ટે કહ્યું હતું કે તેના જેટ્સે હમાસ જૂથના લશ્કરી મુખ્યાલય પર હુમલો કર્યો હતો જેનો સંગઠને હાલનાં હુમલાઓ માટે ઉપયોગ કર્યો હતો. હમાસના હુમલા બાદ ગાઝા બોર્ડર પાસે કાફર અજામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર ચાલુ રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IDF હજુ પણ હાજર તમામ આતંકીઓને મારવાની કોશિશ કરી રહ્યું હતું. આ દરમિયાન ઇઝરાયેલની સુરક્ષા કેબિનેટે મહત્વપૂર્ણ લશ્કરી પગલાં લેવાની મંજૂરી આપી હતી. ઇઝરાયેલના વડા પ્રધાન કાર્યાલયે X પર આ માહિતી આપી.

ઈરાનના સમર્થનથી હમાસ મજબૂત: અમેરિકા

ઉલ્લેખનીય છે કે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું હતું કે ઈરાનના સમર્થનથી હમાસ તાજેતરના વર્ષોમાં મજબૂત બન્યું છે. જો કે, તેણે એ પણ નોંધ્યું હતું કે ઈઝરાયેલ પર હમાસના હુમલામાં ઈરાનની સંડોવણીના કોઈ સીધા પુરાવા નથી. એક ઈન્ટરવ્યુમાં અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે ઈરાન અને હમાસ વચ્ચે લાંબા સંબંધો છે. હકીકતમાં હમાસને ઘણા વર્ષોથી ઈરાન તરફથી મળેલા સમર્થન વિના હમાસ ન બની શકે. અમે હજી સુધી તેને સીધું જોયું નથી.

તેમણે વધુમાં કહ્યું હતું કે આ એક કારણ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમે ઈરાન દ્વારા આતંકવાદને સમર્થન આપવા અન્ય દેશોમાં અસ્થિરતા ફેલાવવાની કાર્યવાહી સામે મજબૂતીથી કામ કરી રહ્યા છીએ. અમે 400થી વધુ ઈરાની વ્યક્તિઓ અને સંસ્થાઓને બરાબર આ રીતે મંજૂરી આપી છે. ભૂતકાળમાં તેઓએ હમાસને જે સમર્થન આપ્યું છે તે એવી બાબત છે જેના વિશે અમે અત્યંત સાવધ રહીએ છીએ.

ઈરાન હમાસના હુમલાને સમર્થન

ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઇરાન ઇઝરાયેલ પર હમાસના હુમલાને સમર્થન આપી રહ્યું છે અને જૂથને દારૂગોળો પૂરો પાડે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ક્રિયાઓ પાછળના આતંકવાદીઓને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે અને ઇઝરાયેલ તેની પોતાની શરતો પર, તેની પોતાની ગતિએ અને તેને યોગ્ય લાગે તે રીતે જવાબ આપશે.

આતંકવાદીઓને ભારે કિંમત ચૂકવવી પડશે

અમને સ્પષ્ટ છે કે ઈરાન આમાં સામેલ છે. અમે ચોક્કસપણે શસ્ત્રો તાલીમ પુરવઠો વિશે જાણીએ છીએ અને હું આ હુમલો કરવામાં મદદ કરવાનો ઇનકાર કરીશ નહીં. ગિલોને હમાસને ધમકી આપતા કહ્યું હતું કે આતંકવાદીઓને ભારે કિંમત ચૂકવવી પડશે. આપણે આપણી પોતાની ગતિએ, આપણી મરજીથી, આપણે ઈચ્છીએ તે રીતે કાર્ય કરીશું.


  • Follow us on: