- હમાસ-ઈઝરાયેલ યુદ્ધનો સૌથી વિનાશક તબક્કો શરૂ
- ઈરાન ઈઝરાયેલ સાથે સીધી ટક્કર થવાના એંધાણ
- ઇઝરાયેલના સમર્થનમાં અમેરિકા હમેશા આપશે સાથ
ગાઝામાં યુદ્ધવિરામ સમાપ્ત થઈ રહ્યો છે અને તે પછી હમાસ-ઈઝરાયેલ યુદ્ધનો સૌથી વિનાશક તબક્કો શરૂ થઈ શકે છે, જેમાં ઈરાન ઈઝરાયેલ સાથે સીધી ટક્કર કરશે. જો અમેરિકા આ યુદ્ધમાં કૂદી પડશે તો આખું અરેબિયામાં ખળભળાટ જોવા મળશે.
છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલું હમાસ-ઈઝરાયેલ યુદ્ધ યથાવત છે. તેવામાં હવે ઈરાનને લઈને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે માસ્ટર પ્લાન ઘડી રહ્યા છે. પરિસ્થિતિ એવી પણ બની શકે છે કે યુદ્ધ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે છે, કારણ કે થોડા કલાકો પહેલા ઈરાનના ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો. જો આ વિસ્ફોટ પરમાણુ કેન્દ્રમાં થયો હોત તો ઈરાનમાં મોટાપાયે તબાહી સર્જાઈ શકી હોત. આ વિસ્ફોટ પાછળ ઈઝરાયેલ અથવા અમેરિકાનો હાથ હોવાનું કહેવાય છે.
ઈઝરાયેલને ડર છે કે યુદ્ધવિરામ સમાપ્ત થતાની સાથે જ ઈરાન હુમલો કરી શકે છે, તેથી તે આગોતરી હુમલો કરી રહ્યું છે, જ્યારે અમેરિકાને શંકા છે કે ધમકીઓ છતાં ઈરાન પરમાણુ હથિયાર બનાવવામાં વ્યસ્ત છે. આ કારણથી અમેરિકા તેને પાઠ ભણાવવા માંગે છે. જો કે, ઈસ્ફહાન ન્યુક્લિયર સેન્ટર પાસે વિસ્ફોટ પાછળ ઈઝરાયેલનો હાથ હોવાના ઘણા કારણો છે.
- પહેલું કારણ- ઈરાન પેલેસ્ટાઈનની સ્થાપના કરીને ગાઝા યુદ્ધનો અંત લાવવા માંગે છે.
- બીજું કારણ- ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ઈઝરાયેલ માટે સૌથી મોટો ખતરો છે.
- ત્રીજું કારણ- ઈઝરાયેલને શંકા છે કે ઈરાન 7 દિવસમાં 3 પરમાણુ બોમ્બ બનાવી શકે છે.
- ચોથું કારણ- UM એટોમિક એજન્સી પણ ઈરાનને નિયંત્રિત કરવામાં અસફળ સાબિત થઈ છે.
- પાંચમું કારણ- યુદ્ધવિરામ પછી ઈરાન હમાસ સાથે યુદ્ધમાં ઉતરી શકે છે.
ઈઝરાયેલ વારંવાર કહી રહ્યું છે કે હમાસ, હિઝબુલ્લાહ અને હુથી જેવા સંગઠનોની પાછળ ઈરાન છે. અન્યથા આ સંગઠનોમાં ઈઝરાયેલ પર હુમલો કરવાની હિંમત નથી. ઈઝરાયલના ચીફ ઓફ સ્ટાફ હરઝી હલેવીએ ગાઝા પર સતત હુમલાની વાત કરી છે. સ્વાભાવિક છે કે આ ચોક્કસપણે ઈરાનને ગુસ્સે કરશે.