અમેરિકાની એક ખાનગી કંપનીએ ભારતના સ્વદેશી તેજસ Mk1A ફાયરટ જેટના એન્જિનની સપ્લાઈને હવે વર્ષ-2025 સુધી ટાળી દીધું છે. આનાથી ભારતીય વાયુસેનાને ખૂબ મોટો આંચકો લાગ્યો છે. કારણ કે, ભારતીય વાયુસેનાના મિગ-21 વિમાન નિવૃત્ત થઈ રહ્યા છે. આવામાં વર્ષો જૂના મિત્ર રશિયાએ પોતાના નવા અત્યાધુનિક સુખોઈ વિમાનોને લઈ ભારતને મોટી ઓફર આપી છે.


રશિયાએ ભારતમાં તેના પાંચમી પેઢીના ફાઈટર જેટ સુખોઈ-75નું નિર્માણ કરવાની ઓફર કરી છે. તેમજ ભારતને 114 ફાઈટર જેટની જરૂર છે. આને જોતા રશિયાએ પણ ભારતને તેના ચોથી પેઢીના સુખોઈ-35 એરક્રાફ્ટને લઈને મોટી ઓફર કરી છે. ભારત રશિયાનો સૌથી મોટો હથિયાર ખરીદનાર દેશ છે. જો રશિયા અને ભારત વચ્ચે આ ડીલ થશે તો બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. તે જ સમયે, આ રશિયન અર્થવ્યવસ્થાને મોટી મદદ કરશે જે હાલમાં પશ્ચિમી દેશોના પ્રતિબંધોથી સંઘર્ષ કરી રહી છે.

સુખોઈ-75 શા માટે ખાસ છે?

સુખોઈ-75 ફાઈટર જેટ એડવાન્સ એવિઓનિક્સ અને એઆઈથી સજ્જ છે. ઉપરાંત, એક વિમાનની કિંમત લગભગ 30થી 35 મિલિયન ડોલર છે. જો આ જેટ ડીલ થશે તો એશિયામાં રશિયાનો વ્યૂહાત્મક પ્રભાવ વધુ વધશે. સાથે જ ભારત આ એરક્રાફ્ટની નિકાસ કરીને કમાણી કરી શકે છે. સુખોઈ-75 એક ઉત્તમ સ્ટીલ્થ ફાઈટર જેટ છે જે રડાર દ્વારા શોધી શકાતું નથી. તેની સ્પીડ 1.8 Mach છે. તેની રેન્જ આશરે 3 હજાર કિલોમીટર છે. આ વિમાન પોતાની સાથે 7.4 ટન હથિયાર પણ લઈ જઈ શકે છે. તેમાં હવાથી હવા અને હવાથી જમીન પર ખતરનાક મિસાઈલોનો સમાવેશ થાય છે.

રશિયન કંપનીની પ્રતિક્રિયા

રશિયાની એક ખાનગી કંપનીએ કહ્યું છે કે તે આ વિમાનનું ઉત્પાદન બમણું કરી શકે છે અને તેને ખૂબ જ ઓછા સમયમાં ભારતને સપ્લાય કરી શકે છે. રશિયાએ દાયકાઓથી ભારતને મિગથી લઈને સુખોઈ સુધીના ઘણા ફાઈટર જેટ સપ્લાય કર્યા છે.

સુખોઈ 35માં શું છે ખાસ?

સુખોઈ-35 એક એડવાન્સ્ડ મલ્ટી-રોલ ફાઈટર એરક્રાફ્ટ છે. તેમાં બે Saturn AL-41F1S ટર્બોફેન એન્જિન છે, આ એરક્રાફ્ટ મહત્તમ 2,500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. સુખોઈ 35માં ઘણા પ્રકારના હથિયારો લગાવી શકાય છે, જેમાં મિસાઈલ, બોમ્બ અને ગન સામેલ છે. આ એરક્રાફ્ટ હવાથી હવામાં પ્રહાર કરી શકે છે અને હવાથી જમીન પર પ્રહાર કરી શકે છે. તેમાં બોમ્બ અને રોકેટ પણ લગાવી શકાય છે. આ વિમાન ઈલેક્ટ્રોનિક યુદ્ધ માટે પણ સક્ષમ છે. તેમાં રડાર સિસ્ટમ છે, જે એરક્રાફ્ટને દુશ્મનની સ્થિતિ શોધવામાં મદદ કરે છે. તેમાં ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ પણ છે, જે દુશ્મનના ઈલેક્ટ્રોનિક કોમ્યુનિકેશનને ખલેલ પહોંચાડવામાં મદદ કરે છે.


  • Follow us on: