ઈન્ડોનેશિયાના ફ્લોરેસ આઈલેન્ડમાં જ્વાળામુખી ફાટવાને કારણે ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયા છે. જ્વાળામુખી ફાટી જતા તેની રાખ 2,000 મીટર (6,500 ફૂટ)ની ઊંચાઈએ વધી રહી છે. ઈન્ડોનેશિયાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ સોમવારે આ જાણકારી આપી. ગયા અઠવાડિયે જ્વાળામુખી ફાટી નીકળ્યા બાદ સત્તાવાળાઓએ સોમવારે માઉન્ટ લેવોટોબી લાકી લાકી માટે જોખમનું સ્તર અને કદ વધાર્યું હતું. 


 

ઈન્ડોનેશિયાની જ્વાળામુખી એજન્સીએ ચેતવણીના લેવલને ઉચ્ચતમ સ્તરે વધાર્યું કારણ કે જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો અને સોમવારે મધ્યરાત્રિ પછી પ્રતિબંધિત ક્ષેત્રની ત્રિજ્યા સાત કિલોમીટર (4.3 માઇલ)થી બમણી થઈ ગઈ હતી.

હજી લોકો કાટમાળમાં દટાયાની આશંકા

મળતી માહિતી અનુસાર, ઈન્ડોનેશિયાની સંસ્થાઓ જ્વાળામુખી ફાટવાને કારણે જાનમાલના નુકસાન અંગે માહિતી એકત્ર કરી રહી છે. એવું માનવામાં આવે છે કે અકસ્માતમાં ધરાશાયી થયેલા મકાનોની નીચે વધુ લોકો દટાયા હોવાની શક્યતા છે. આના કારણે વધુ લોકોનાં જીવ જવાની આશંકા છે.

જવાળામુખીથી 10,000 લોકો અસરગ્રસ્ત

મળતી માહિતી અનુસાર, વુલાંગીટાંગ જિલ્લામાં વિસ્ફોટથી નજીકના છ ગામો પુલુલારા, નાવોકોટે, હોકેંગ જયા, ક્લાટનલો, બોરુ અને બોરુ કેડાંગના ઓછામાં ઓછા 10,000 લોકોને અસર થઈ છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશિયામાં છેલ્લા બે અઠવાડિયામાં આ બીજો જ્વાળામુખી ફાટ્યો છે. અગાઉ 27 ઑક્ટોબરે વિસ્ફોટથી ઓછામાં ઓછા ત્રણ વખત રાખના વાદળો સર્જાયા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.


  • Follow us on: